🔥 TRENDING Woman Buried Alive in Own Home for 3 Y... Shagufta Ali Accuses Karisma Kapoor of... Bollywood Heriones Speak Out While Tol... Bollywood Hungama Releases 94 Photos o... Diana Penty Spotted Outside Salon in B... AP EAMCET 2026 Phase‑1 Web Entry Opens...
26 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાપરાધ મનુષ્યવધ તથા લૂંટ તથા હનીટ્રેપ જેવા ગંભીર પ્રકારના ગુન્હા આચરતી ટોળકીના મુખ્ય સુત્રધાર સહિત કુલ-૧૦ આરોપીઓને કિ.રૂ.૧૫,૮૫,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી

સાપરાધ મનુષ્યવધ તથા લૂંટ તથા હનીટ્રેપ જેવા ગંભીર પ્રકારના ગુન્હા આચરતી ટોળકીના મુખ્ય સુત્રધાર સહિત કુલ-૧૦ આરોપીઓને કિ.રૂ.૧૫,૮૫,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 26 Jul 2026, 12:10 PM 👁 14
સાપરાધ મનુષ્યવધ તથા લૂંટ તથા હનીટ્રેપ જેવા ગંભીર પ્રકારના ગુન્હા આચરતી ટોળકીના મુખ્ય સુત્રધાર સહિત કુલ-૧૦ આરોપીઓને કિ.રૂ.૧૫,૮૫,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી

લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ IPS સાહેબશ્રી ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડૉ.પાર્થરાજસિંહ ગોહીલ IPS સાહેબ શ્રી સાબરકાંઠા નાઓએ સાબરકાંઠા જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા કરેલ સુચના આધારે શ્રી ડી.સી.સાકરીયા, પો.ઇન્સ. એલ.સી.બી. નાઓના સતત માર્ગદર્શન અને સુચના આધારે તેઓની રાહબરી હેઠળ આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ બનેલ ગુન્હાઓ જે અનડીટેકટ હોય તે શોધી કાઢવા એલ.સી.બી.ના પો.સ.ઈ.શ્રી એસ.જે.ચાવડા, પો.સ.ઈ. આર.જે.જાડેજા, તથા પો.સ.ઇ. આર.કે.જોષી તથા સ્ટાફના માણસોની અલગ-અલગ ટીમો બનાવી આવા ગુન્હાઓ શોધી કાઢવા પ્રયત્નશીલ હતા.

ગત તા.૨૧/૦૭/૨૬ ના રોજ ક.૧૫/૩૦ વાગ્યાના સુમારે મોજે દેરોલ ગામની સીમમાં વીજાપુરથી હિંમતનગર તરફ જતા હાઇવે રોડ ઉપર ચારેક જેટલા અજાણ્યા ઇસમો દ્વારા એકટીવા ચાલકને માર મારી મોબાઈલ ફોન લુંટી લઇ નાસી ગયેલ હોવાનો બનાવ બનેલ જે અનુસંધાને હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૨૦૯૦૧૭૨૬૦ ૭૬૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની ક.૧૦૫, ૩૦૯(૬), ૫૪ મુજબનો ગુન્હો રજિસ્ટર થયેલ. તેમજ આ બનાવમાં ઇજા પામનાર સાહેદ જગદિશભાઈ જીણાભાઈ પ્રજાપતિ ઉવ.૫૨ વાળા નાઓ સારવાર દરમ્યાન મરણ ગયેલ.

સદર બનાવની ગંભીરતાને ધ્યાને લઇ એલ.સી.બી.ના અધિકારી/કર્મચારીઓની બનાવેલ અલગ-અલગ ટીમો દ્વારા વિજાપુર, હિંમતનગર તેમજ પ્રાંતિજ વિગેરે જગ્યાએથી સી.સી.ટી.વી. ફૂટેજ મેળવી ચેક કરવામાં આવેલ તેમજ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સીસ આધારે આરોપીઓ સંબંધે તપાસ ચાલુ હતી. તપાસ દરમ્યાન મરણ જનાર સાથે હોટલમાં જમવા માટે તેમજ ગેસ્ટ હાઉસના સી.સી.ટી.વી. ફુટેજ આધારે તપાસ કરતાં મરણ જનાર સાથે એક મહિલા જણાઇ આવેલ જેનું ગેસ્ટ હાઉસમાંથી આધારકાર્ડની નકલ મળેલ હોય જે આધારકાર્ડ ખોટુ હોવાનું જણાઈ આવેલ હોય પરંતુ સદર આધારકાર્ડમાં રહેલ ફોટાવાળી મહિલાની તેમજ આ ગુન્હાના આરોપીઓની તપાસમાં હતાં દરમ્યાન એલ.સી.બી.ના અ.હે.કો. પ્રકાશભાઈ તથા અ.હે.કો.જશુભાઈ તથા પો.કો. કિર્તિરાજસિંહ નાઓને ખાનગી રાહે હ્યુમન સોર્સીસથી માહિતી મળેલ કે ''સી.સી.ટી.વી. કેમેરા તથા આધારકાર્ડ વાળા ફોટા વાળી શંકાસ્પદ મહીલા તેના મળતીયા માણસો સાથે એક સફેદ કલરની મારૂતી સ્વીફટ ગાડી નં.જી.જે.૧૮-બી.ક્યુ-૬૭૩૫ ની માં તથા બીજા માણસો સફેદ કલરની મહીન્દ્રા એક્સ.યુ.વી. ગાડીમાં વીજાપુરથી નિકળેલ છે અને હિંમતનગર, ઇડર થઇ ઉદેપુર તરફ જનાર છે” જે બાતમી હકીકત આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે મોજે પાણપુર ગામની સીમમાં પાણપુરથી વીરપુર તરફ જતા બાયપાસ રોડ ઉપર આવેલ અલ દુબઈ રેસ્ટોરન્ટ એન્ડ ગેમ ઝોન નજીક સદર ગાડીઓની વૉચ નાકાબંધી દરમ્યાન આર.ટી.ઓ. સર્કલ તરફથી બાતમી હકીકત વાળી સફેદ કલરની મારૂતી સ્વીફટ ગાડી નં.જી.જે.૧૮-બી.ક્યુ-૬૭૩૫ તથા સફેદ કલરની મહીન્દ્રા એક્સ.યુ.વી. બન્ને ગાડીઓ આવતાં તેને રોકી તેમાં બેસેલ ઇસમોને નીચે ઉતારી ગઈ તા.૨૧/૦૭/૨૦૨૬ ના રોજ સાંજના સમયે ચારેક જેટલા અજાણ્યા ઇસમો દ્વારા એકટીવા ચાલકને માર મારી
મોબાઈલ ફોન લુંટી લઈ નાસી જવાના બનેલ બનાવ સંબંધે પ્રાથમિક પુછપરછ કરતાં સંતોષકારક જવાબ આપતા ન હોય તમેજ સદર મહીન્દ્રા એક્સ.યુ.વી. ૫૦૦ ગાડીમાં બેસેલ અસમાબેન ડો/ઓ અજીમભાઈ કરીમબક્ષ શેખ (મુસલમાન) વાળી આ કામે મરણ જનાર સાથે ગેસ્ટ હાઉસ તથા હોટલમાં જમવા ગયેલ મહિલા જેવી તેમજ ગેસ્ટ હાઉસમાંથી મળેલ આધારકાર્ડના ફોટામાં જણાતી મહીલા આ અસમા જ હોવાનું પ્રથમ દ્દષ્ટીએ જણાઇ આવતુ હોય જેથી આ બનાવ અંગે સદરી પકડાયેલ મહિલાઓ તથા ઇસમોની વધુ પુછપરછ કરવી જરૂરી હોય તેઓ તમામને એલ.સી.બી. ઓફીસે લાવી અલગ અલગ રાખી વિગતવાર પુછપરછ કરતાં પકડાયેલ ઇસમો પૈકી પીયુષકુમાર પ્રવિણભાઇ પટેલે અન્ય પકડાયેલ ઇસમો સાથે મળી ખોટુ ફેસબુક એકાઉન્ટ બનાવી જુદા-જુદા પુરૂષો સાથે ચેટીંગથી મિત્રતા કરવાનું અને બને ત્યાં સુધી ઉંમર લાયક માણસ હોય તેની સાથે સંપર્ક કરવાનું અને વૉટસઅપ મારફતે મહિલાઓ સાથે વાત કરાવી કોઈ વ્યક્તિ મળવા માટે તૈયાર થાય તેને છોકરી સાથે મુલાકાત કરાવી હોટલમાં મોકલી પરત જતી વખતે તેની સાથેની છોકરી દ્વારા લોકોની અવર જવર ન હોય તેવી અવાવરૂ જગ્યાએ કોઇપણ બહાને વાહન ઉભુ રખાવે તે દરમ્યાન અન્ય ઇસમો ત્યાં પહોંચી આ છોકરી પોતાની પત્ની તેમજ સગી થતી હોવાનું કહી પોલીસ ફરીયાદ કરવાની બીક બતાવી ધોલથાપટ કરી મોટી રકમ કઢાવી લેતા હોવાનું જણાવેલ અને આ દેરોલ ગામની સીમમાં બનેલ બનાવમાં પીયુષભાઈએ મોબાઈલમાં ફેસબુકમાં અંકી પટેલ નામનું ખોટુ ફેસબુક એકાઉન્ટ બનાવી અંકિતા પટેલના નામથી પોતે ચેટીંગ કરી ફેસબુક ઉપર આ જગદિશભાઈ પ્રજાપતિ નામના વ્યક્તિ સાથે સંપર્ક થતાં ચેટીંગ કરેલ તેમજ અંજનાબેન દસરથભાઈ રાવળે તેઓની સાથે વૉટસઅપ કોલથી અંકિતા પટેલ તરીકે વાતચીત કરી જગદિશભાઈ સાથે તા.૨૧/૦૭/૨૬ ના રોજ હિંમતનગર મુકામે મળવાનું નક્કી થતાં પીયુષભાઇએ સાથેની મહિલાઓ તથા અન્ય ઇસમો સાથે મળી જગદિશભાઇને ફસાવી મોટી રકમ પડાવવાનું કાવતરુ કરેલ અને તેઓને માર મારી મોબાઇલ ફોન લુંટી લઇ નાસી ગયેલ હોવાની કબુલાત કરતાં તમામને BNSS ની કલમ ૩૫(૧)(સી) મુજબ ડીટેઇન કરી આરોપીઓ પાસેથી મળી આવેલ નીચે મુજબનો મુદ્દામાલ BNSS ની ક.૧૦૬ મુજબ કબજે કઈ આગળની વધુ કાર્યવાહી માટે તમામ આરોપીઓને હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે.ખાતે મોકલી આપવામાં આવેલ છે.

ડીટેકટ થયેલ ગુન્હો

(૧) હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૨૦૯૦૧૭૨૬૦૭૬૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩

ની ક.૧૦૫, ૩૦૯(૬), ૫૪ મુજબ.

પકડાયેલ આરોપીઓ

(૧) પીયુષકુમાર સ/ઓ પ્રવિણભાઈ અંબાલાલ પટેલ ઉ.વ.૪૨ રહે.૧૬/આશીર્વાદ સોસાયટી વિજાપુર હિંમતનગર

હાઇવે રોડ તા.વિજાપુર જી.મેહસાણા

) જગદિશભાઈ ઉર્ફે જે.ડી. દવાભાઈ પટેલ ઉવ.૪૧ રહે.ગઢ બસ સ્ટેન્ડની બાજુમાં તા.પાલનપુર જી.બનાસકાંઠા

(૨ (3) યશકુમાર સ/ઓ મુકેશભાઈ સાંકાભાઈ પટેલ ઉવ.૨૬ રહે. ૪૫-કેશવ બંગ્લોઝ હિંમતનગર રોડ વીજાપુર તા.વીજાપુર જી.મહેસાણા

(૪) અસમાબેન ડો/ઓ અજીમભાઈ કરીમબક્ષ શેખ (મુસલમાન) ઉવ.૩૯ રહે.૬૬-અલહુસેની સોસાયટી, નઈમભાઈના મકાનમાં સોભાસણ રોડ મહેસાણા તા.જી.મહેસાણા

(૫) અંજનાબેન તે દસરથભાઈ ચેલાભાઈ રાવળની દિકરી તથા હેમંત કૈલાસચંદ્ર રાવળની પત્ની ઉવ.૩૬ મુળ રહે.ટી.બી. રોડ ઋતુરાજ હસ્તીનાપુર ફલેટ ઘર નં.ટી-૪ મહેસાણા હાલ રહે.વડુ તા.કડી, તા.જી.મહેસાણા

(૬) મુસ્તુફા ઉર્ફે કાલુ સ/ઓ જહાગીરખાન ઉસ્માનખાન પઠાણ (મુસલમાન) ઉવ.૩૮ રહે.૫૭-ચીસ્તીયા સોસાયટી,

સોભાસણ રોડ મહેસાણા તા.જી.મહેસાણા

(૭) સલીમ અબ્દુલ રહેમાન ચૌહાણ (મુસલમાન) રહે.એચ-૨૨૦ સંકલીતનગર જુહાપુરા સરખેજ રોડ અમદાવાદ

(૮) તાહીર અખતરભાઈ ફરીદભાઈ શેખ (મુસલમાન) રહે.સરખેજ ગામ સિપાઈવાસ બાબુભાઇની ચાલી અમદાવાદ

(૯) આફતાબ સ/ઓ અશરફખાન અસલમખાન પઠાણ (મુસલમાન) ઉવ.૨૨ રહે.વટવા બીબી તલાવ ચાર રસ્તા અમીરનુરનગર સોસાયટી ઘર નં.૩ અમદાવાદ

(૧૦) વિક્રમજી સ/ઓ બળવંતજી કેશાજી ઠાકોર ઉવ.૩૧ રહે.ખદલપુર કેનાલ ઉપર તા.વિસનગર જી.મહેસાણા

રીકવર કરેલ મુદ્દામાલ

અ.નં મુદ્દામાલનું વર્ણન
કિમત

(1)એક્સ.યુ.વી. તથા મારૂતી સ્વીકટ ગાડી-ર

(2)મોબાઇલ ફોન નંગ- ૧૪
૧૫,૦૦,૦૦૦/-
કુલ મુદ્દામાલ
૮૫,૫૦૦/-
૧૫,૮૫,૫૦૦/-
આરોપીઓનો ગુન્હાહિત ઇતિહાસ

> મુસ્તુફા ઉર્ફે કાલુ સ/ઓ જહાગીરખાન ઉસ્માનખાન પઠાણ રહે.પ૭-ચીસ્તીયા સોસાયટી, સોભાસણ રોડ મહેસાણા તા.જી.મહેસાણા

(૧) ઊંજા પો.સ્ટે.ગુ.ર.નં. ૧૧૨૦૬૦૩૩૨૨૦૩૬૯/૨૦૨૨ NDPS એક્ટ ની કલમ 8 (સી),

22(સી), 28

> વિક્રમજી સ/ઓ બળવંતજી કેશાજી ઠાકોર ઉવ.૩૧ રહે.ખદલપુર કેનાલ ઉપર તા.વિસનગર જી.મહેસાણા

(૧) લાઘનજ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૬૦૩૮૧૪૦૧૨૫/૨૦૧૪ IPC એકટ ની કલમ ૧૧૪, ૩૨૩,૪૮૯(એ)

> સલીમ અબ્દુલ રહેમાન ચૌહાણ ઉવ.૫૬ રહે.એચ-૨૨૦ સંકલીતનગર જુહાપુરા સરખેજ રોડ અમદાવાદ

(૧) ગાયકવાડ હવેલી પો.સ્ટે.ગુ.ર.નં. ૧૧૧૯૧૦૨૧૦૫૦૦૨૯/૨૦૦૫ IPC એક્ટ ની કલમ ૩૭૯,૪૧ (ડી)

> તાહીર સ/ઓ અખતરભાઈ ફરીદભાઈ શેખ રહે.સરખેજ ગામ સિપાઇવાસ બાબુભાઇની ચાલી અમદાવાદ

(૧) ઇસનપુર પો.સ્ટે.ગુ.ર.નં. ૧૧૧૯૧૦૨૨૧૭૦૦૦૭/૧૭ IPCક.૩૯૨, ૩૨૩, ૧૧૪,૩૭૯, GPએક્ટ ની ૧૩૫

(૨) પાલડી પો.સ્ટે.ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૬૨૫૦૦૧૬/૨૫ BNS ક.૩૦૫,૩૩૧(૩), ૩૩૧(૪), ૫૪, ૬૧, (૨)

> આફતાબ અશરફખાન અસલમખાન પઠાણ રહે.વટવા બીબી તલાવ ચાર રસ્તા અમીરનુરનગર સો.ઘર નં.૩ અમદાવાદ

(૧) ગોમતીપુર પોલીસ સ્ટેશન ગુ.૨.નં. ૦૦૫૬/૨૦૧૯ IPC એક્ટ ની કલમ ૩૦૭, ૩૨૩, ૨૯૪(KH), ૫૦૬(૧), ૧૧૪, G.P એક્ટ ની કલમ ૧૩૫(૧)

> જગદિશભાઇ ઉર્ફે જે.ડી. દવાભાઈ પટેલ ઉવ.૪૧ રહે.ગઢ બસ સ્ટેન્ડની બાજુમાં તા.પાલનપુર જી.બનાસકાંઠા

(૧) ઊંજા પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૨૦૬૦૩૩૧૬૦૯૩૭/૧૬ IPCS.૩૮૦,૪૫૪,૪૫૭,૪૦૮, ૧૨૦(બી), ૧૧૪ મુજબ

(ડી.સી.સાકરીયા)

પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ હિંમતનગર- સાબરકાંઠા

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી

P.1.શ્રી ડી.સી.સાકરીયા

P.S.I.શ્રી એસ.જે.ચાવડા

A.S.I.વિરભદ્રસિંહ જયેન્દ્રસિંહ

A.S.I.કમલેશસિંહ રજુસિંહ

Tec.A.S.I.સચિન જસુભાઈ

H.C.પ્રકાશભાઇ લાલજીભાઇ

P.C.રાકેશસિંહ જશવંતસિંહ

P.C.પ્રવિણસિંહ ચતુરસિંહ

P.C.અનિરૂધ્ધસિંહ ઇન્દ્રસિંહ

P.C. ઘનશ્યામસિંહ લક્ષ્મણસિંહ

P.C.નરેન્દ્ર સુર્યકાંતભાઇ

ડ્રI.P.C.નરેન્દ્રસિંહ નારસિંહ

SI.P.C. કાળાજી ભગાજી

P.S.1.શ્રી આર.કે.જોષી

A.S.I.દેવુસિંહ અમરસિંહ

A.S.I.જુલીયટકુમાર ધનજીભાઇ

Tec.ASI હેમાંશુરાજ ભુપેન્દ્રસિંહ

H.C. અમરતભાઈ મેલાભાઈ

H.C. નિલમબેન નારાયણભાઈ

H.C. જશુભાઈ બાબુભાઇ

H.C.મહેન્દ્રકુમાર શંકરલાલ

H.C.રાજેન્દ્રસિંહ ખુમાનસિંહ

P.C.પ્રહર્ષકુમાર કનુભાઇ

P.C.ભાવેશકુમાર પશાભાઇ

P.C.રાજેન્દ્રકુમાર શંભુભાઇ

P.C.કનકસિંહ દિલીપસિંહ

ડ્રા.H.C.ઈન્દ્રજીતસિંહ પ્રવિણસિંહ

P.S.I.શ્રી આર.જે.જાડેજા

H.C. જીગ્નેશકુમાર સુરેશભાઈ

H.C.દેવરાજ ખીમજી
H.C.નિરીલકુમાર મોજીસભાઈ

P.C.જયદેવસિંહ રણજીતસિંહ

P.C.નૃપેશકુમાર અરવિંદભાઇ

P.C.નિલેશકુમાર બાબુભાઇ

P.C.કિર્તિરાજસિંહ કિરીટસિંહ

ડ્રા.H.C.ગીરીશકુમાર ગાંડાભાઈ

ડ્ર।.P.C.જતીનકુમાર નટુભાઇ

P.C.કૈલાસબેન રામાભાઈ (પો.હેડકવાટર)

P.C.કિરણાક્ષીબેન નાનજીભાઈ (પો.હેડકવા)

H.C.હરસિંધ્ધસિંહ જવાનસિંહ (કમાન્ડ કન્ટ્રીલ)

ડ્રા.P.C.યશવંતસિંહ મગનસિંહ
📲Get App