🔥 TRENDING Major Sharma Foils Pakistani Incursion... Mir says restoration of Jammu & Kashmi... ECI postpones electoral roll revision... Amritsar Police Bust Narcoterror Netwo... Police Encounter in Bihar Leaves Three... Madhya Pradesh sees night temperature...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

લાઠી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૫ નવેમ્બરના રોજ યોજાશે : તા.૧૦ નવેમ્બર સુધીમાં પ્રશ્નો રજૂ કરવા

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 06 Nov 2026, 09:54 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લાઠી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૫ નવેમ્બરના રોજ યોજાશે : તા.૧૦ નવેમ્બર સુધીમાં પ્રશ્નો રજૂ કરવા

અમરેલી તા.૦૫ નવેમ્બર
લાઠી તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૫ નવેમ્બર, ૨૦૨૬ના બુધવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે લાઠી મામલતદાર કચેરી ખાતે યોજાશે. તાલુકા કક્ષાના અધિકારવાળા સરકારી બાકી કામો માટે અરજદાર અંગત પ્રશ્નો રજૂ કરવા માંગતા હોય, તે નાગરિકોએ સામૂહિક કે નીતિ વિષયક પ્રશ્નો સિવાયના પ્રશ્નો તા.૧૦ નવેમ્બર,૨૦૨૬ના રોજ બપોરે ૦૩:૦૦ કલાક સુધીમાં લાઠી તાલુકા મામલતદાર કચેરી ખાતે રૂબરૂ અથવા પોસ્ટ મારફતે મોકલવી. અરજીના મથાળે "તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ" અવશ્ય લખવું, તેમ લાઠી તાલુકા મામલતદારશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
📲Get App