🔥 TRENDING Schools likely to stay closed on Oct 2... Rajasthan JET 2026 Second Allotment Li... Cyclone Threat Looms Over Rajasthan as... RJD’s Dr Sanjeev Wins Patna Teacher Se... RJD, BJP, Jan Suraj and Independent ea... Youth Congress Launches Digital Chalk...
28 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો રાજ્યના સહકારી કૃષિ ધિરાણ માળખા તથા ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય

✍️ Reporter: Atul Thakor 🗓 28 Oct 2026, 10:46 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો રાજ્યના સહકારી કૃષિ ધિરાણ માળખા તથા ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય

રાજ્યના સહકારી કૃષિ ધિરાણ માળખા દ્વારા ખેડૂતોને પોતાના સ્વ-ભંડોળમાંથી કરવામાં આવેલા ધિરાણ પર 2% વ્યાજ સહાય પેટે રૂપિયા 174.07 કરોડની રકમ મંજૂર કરવામાં આવી

🔸 સહકારી બેંકો દ્વારા ખેડૂતોને સરળતાથી, સમયસર અને માત્ર 7%ના રાહત દરે કૃષિ ધિરાણ પૂરું પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ
🔸 તા. 1/04/2025 થી તા. 30/09/2025ના સમયગાળા દરમિયાન થયેલા સ્વ-ભંડોળના ધિરાણ પર 2% વ્યાજ રાહત અપાશે
🔸 1 રાજ્ય સહકારી બેંક, 18 જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો અને 10,900થી વધુ કૃષિ ધિરાણ મંડળીઓનું ત્રિ-સ્તરીય નેટવર્ક ખેડૂતોને ઘરઆંગણે સેવા પૂરી પાડે છે
🔸 સહકારી બેંકોના સ્વ-ભંડોળમાંથી ખેડૂતોને કરાયેલા ધિરાણ પર 2% વ્યાજ રાહત પેટે રૂપિયા 174.07 કરોડની સહાય મંજૂર; 10 લાખથી વધુ ખેડૂતોને થશે ફાયદો: કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી

#GujaratInformation
📲Get App