🔥 TRENDING मधुबनी में ट्रैफिक DSP सुजीत कुमार पर... समस्तीपुर में सी एस पी से तीन लाख कि ह... जयप्रभा सेतु पर 2 दिन के नवजात शिशु की... New Zealand U20 dazzles with haka, dom... અમરેલીમાં બે પરિણીતાઓ પર સાસરિયાની જાન... Three Arrested in Kota for Murder of B...
28 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વાવાઝોડું અર્નબ આંધ્રપ્રદેશ સાથે અથડાયું, ભારે પવન ફુંકાયો:

✍️ Reporter: Naresh Thakor 🗓 28 Oct 2026, 10:14 AM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વાવાઝોડું ‘અર્નબ’ મંગળવારે મોડી રાત્રે સાડા ત્રણ વાગ્યે આંધ્ર પ્રદેશના કાંઠે અથડાયું. તોફાન દરમિયાન 125થી 135 કિમી પ્રત િ કલાકની ઝડપે પવન ફૂંકાયો. તેની અસરથી આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ, અનકાપલ્લી, કાકીનાડા અને કોન્સીમામાં ભારે વરસાદ પડી રહ્યો છે.

નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ જોતાં હજારો લોકોને સુરકિ્ષત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. વાવાઝોડાના કારણે 50 ટ્રેનો અને વિજયવાડા-વિશાખાપટ્ટનમ એરપોર્ટ પરની 21 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આંધ્ર પ્રદેશ અને ઓડિશાએ 4,000| ચક્રવાત આશ્રયસ્થાનો (સાયક્લોન શેલ્ટર) બનાવ્યાં છે.

ઓડિશામાં પણ ભારે વરસાદને કારણે 16 જિલ્લાઓમાં શાળાઓ બંધ કરવામાં આવી છે અને 30 હજાર લોકોને સુરકિ્ષત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

વાવાઝોડાની અસર માત્ર આંધ્ર પ્રદેશ અને ઓડિશા સુધી મર્યાદિત નહીં રહે. હવામાન વિભાગે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને તેલંગાણા સહિત અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
📲Get App