🔥 TRENDING नित्या, बधिर-बहिर बच्ची, प्रोफेसर कॉलो... अररिया के कुर्साकांटा और सिकटी प्रखंडो... मंत्री लखेंद्र पासवान ने बिहार में PDS... जब यात्री ने इसका कारण पूछा, तो कथित त... Cyclonic Storm Arnab Makes Landfall Ne... India Evacuates 180,000+ as Cyclone Ar...
28 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમરેલીમાં બે પરિણીતાઓ પર સાસરિયાની જાનથી મારવાની ધમકી

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 28 Oct 2026, 11:31 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લાના બે પરિણીતાઓ પર સાસરિયાએ જાનથી મારવાની ધમકી આપી, બંને કેસમાં આરોપીએ શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો.

અમરેલી જિલ્લામાં બે પરિણીતાઓ પર સાસરિયાએ જાનથી મારવાની ધમકી આપી, જેની ફરિયાદો પોલીસમાં નોંધાઈ છે.

પ્રથમ બનાવમાં ધારીના પ્રેમપરામાં રહેતા શ્રદ્ધાબેન ભાવીનભાઈ સિધ્ધપુરા (ઉ.વ. ૨૯) એ પતિ ભાવીનભાઈ મનસુખભાઈ સિધ્ધપુરા, મનસુખભાઈ બટુકભાઈ સિધ્ધપુરા અને ભાવનાબેન મનસુખભાઈ સિધ્ધપુરા સામે ફરિયાદ નોંધાવી. આરોપીએ નાની-નાની બાબતોમાં ઝઘડો કરી મેણા ટોણા માર્યા, ગાળો બોલી અને શારીરિક-માનસિક ત્રાસ આપ્યો અને મુંઢ માર મારી જાનથી મારવાની ધમકી આપી.

બીજા બનાવમાં હરીપુરામાં રહેતા રૂપાબેન અશોકભાઈ પાદરીયા (ઉ.વ. ૩૦) એ ઢસા મુકામે રહેતા પતિ સંદિપભાઈ અશોકભાઈ ઢાકેચા, સાસુ લાભુબેન અશોકભાઈ ઢાકેચા, મોટા નણંદ વૈશાલીબેન સુરેશભાઈ સરધારા અને નાના નણંદ જીજ્ઞાસાબેન બ્રિજેનભાઈ માલવીયા સામે ફરિયાદ નોંધાવી. આરોપીએ ઘરકામ અને કરિયાવર મુદ્દે મેણા ટોણા માર્યા, શારીરિક-માનસિક દુઃખત્રાસ આપ્યો અને ગાળો બોલી, ઢીકાપાટુનો મુંઢ માર મારી જાનથી મારવાની ધમકી આપી.
📲Get App