🔥 ट्रेंडिंग श्रीया पिलगांवकर: अभिनय से स्टारडम नही... सलमान खान ने बिग बॉस 20 प्रीव्यू पर कि... रक्षा ने खुलासा किया: 13 वर्ष की उम्र... इरुमुडी ने 31 दिन का बॉक्स ऑफिस माइलस्... मुम्बई कोस्टल रोड पर BMW कार का क्षणिक... मंजीत सिंह की मृत्यु के बाद परिवार का...
20 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
धर्म

ભાદરવી પૂનમના મહામેળામાં લાખો ભક્તો અંબાજી તરફ 'જય અંબે'ના નાદ સાથે આગળ

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 20 सित. 2026, 10:18 AM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાદરવી પૂનમના મહામેળામાં ગુજરાત અને અન્ય રાજ્યોના લાખો ભક્તો અંબાજી તરફ 'જય અંબે'ના નાદ સાથે પદયાત્રા કરી રહ્યા છે.

ભાદરવી પૂનમના મહામેળામાં પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે માઈભક્તોનું અવિરત કીડીયારું ઊભરાયું છે. ગુજરાતના ખૂણે-ખૂણેથી તેમજ અન્ય રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ હાથમાં મોટી ધજાઓ અને માતાજીના રથ સાથે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે.

અમદાવાદ-પાલનપુર, હિંમતનગર-દાંતા અને આબુ રોડ તરફથી અંબાજી તરફ જતા તમામ માર્ગો ભક્તિના રંગે રંગાયા છે. 'બોલ માડી અંબે...' ના નાદથી અરવલ્લીની ગિરિમાળાઓ ગૂંજી ઊઠીરસ્તાઓ પર ચોમેર માત્ર ને માત્ર પદયાત્રીઓના સંઘો, હાથમાં લહેરાતી લાલ-પીળી ધજાઓ અને "બોલ માડી અંબે, જય જય અંબા" ના જયઘોષ જ સંભળાઈ રહ્યા છે.

ઉઘાડા પગે, માથે ધજા અને રથ ખેંચતા પદયાત્રીઓનો ઉત્સાહ અને અટલ આસ્થા જોવા જેવી છે. વરસાદ કે ગરમીની પરવા કર્યા વિના લાખો ભક્તો અંબાજી તરફ સતત આગળ વધી રહ્યા છે.

રસ્તા પર ઠેર-ઠેર સેવા કેમ્પ સ્થાપિત કરવામાં આવ્યા છે, જે ભક્તોને આરામ અને સહાયતા પૂરી પાડે છે.
📲Get App