સાંતલપુર પંથકમાં મેઘરાજાની મહેર: દોઢ મહિનાના વિરામ બાદ વરસાદ, ખેડૂતોને મળી મોટી રાહત, પાકને મળ્યું નવજીવન

સાંતલપુર પંથક સહિત સમગ્ર વિસ્તારમાં આજે ભાદરવા સુદ બીજના દિવસે મેઘરાજાએ મહેર કરતાં ધરતીપુત્રોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. લાંબા સમયથી વરસાદ ખેંચાતા ચિંતામાં મુકાયેલા ખેડૂતોના ચહેરા પર આજે ફરી એકવાર સ્મિત જોવા મળ્યું હતું.
છેલ્લા દોઢ મહિનાથી વરસાદે લાંબો વિરામ લેતા ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા હતા. ખેતરોમાં ઉભેલો મગફળી, કપાસ, બાજરી, જુવાર સહિતનો પાક પાણી વગર સુકાવા લાગ્યો હતો. પાણીની ભારે અછતના કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી હતી.
ત્યારે આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાંતલપુર, વૌવા, વારાહી, પાટણકા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. લગભગ એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાતા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા.
ખેડૂતોના જણાવ્યા મુજબ આ વરસાદ ખાસ કરીને મગફળી અને કપાસના પાક માટે સંજીવની સમાન સાબિત થશે. જે પાક પીળો પડી ગયો હતો તેને હવે નવજીવન મળવાની આશા જાગી છે. પાકને સમયસર પાણી મળતા ઉત્પાદન સારું આવશે તેવી ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યા છે.
લાંબા વિરામ બાદ વરસાદ થતા ખેતરોમાં ફરી હરિયાળી છવાઈ ગઈ છે અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે. ખેડૂતો મેઘરાજાનો આભાર માની રહ્યા છે.
દોઢ મહિનાથી વરસાદ નહોતો એટલે અમે બહુ ચિંતામાં હતા, પાક સુકાવા લાગ્યો હતો. આજના વરસાદથી પાક બચી ગયો છે અને અમને મોટી રાહત થઈ છે પ્રેસ રિપોર્ટર મેહુલ સિંહ જાડેજા સાંતલપુર