🔥 TRENDING આટકોટ પોલીસે જસાપર ગામમાં ભાદર નદીના ક... મારું કામ ટ્રોફી જીતવાનું છે, સોશિયલ મ... બિટકોઇનમાં તોફાની તેજી: કિંમત 80,000 ડ... મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ: વર્લ્ડ ટે... હિંમતનગરમાં પ્રફુલભાઈ પટેલના જન્મદિવસ... કડી થોળ રોડ પર આવેલા દશામાંના મંદિરે ભ...
22 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

ભરૂચમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે ગૃહમંત્રીના રાજીનામાની માંગ

✍️ Reporter: Shahid Mansuri 🗓 21 Aug 2026, 07:46 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાવનગર લઠ્ઠાકાંડના વિરોધમાં દેખાવો કરવામાં આવ્યા હતા અને ભાજપના નેતાઓ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.

ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાવનગર લઠ્ઠાકાંડના મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં કોઈ પણ દુર્ઘટના બન્યા બાદ પોલીસ માત્ર પાંચ દિવસ માટે જ એક્શન લેતી હોય છે, ત્યારબાદ સ્થિતિ ફરી જેવી હતી તેવી થઈ જાય છે.

આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ દ્વારા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની પણ માંગ કરવામાં આવી હતી. પાર્ટીના નેતાઓએ રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવ્યા હતા.

વધુમાં, કોંગ્રેસના આગેવાનોએ ભાજપના કેટલાક સ્થાનિક આગેવાનો સામે હપ્તાખોરીના ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. આ આક્ષેપોને પગલે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.
📲Get App