Sports
મારું કામ ટ્રોફી જીતવાનું છે, સોશિયલ મીડિયામાં લાઇક્સ-વ્યૂઝ મેળવવાનું નહીં: ગૌતમ ગંભીર
ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે ટીકાકારોને કડક જવાબ આપતા સ્પષ્ટ કર્યું છે કે તેમનું મુખ્ય ધ્યાન માત્ર ટ્રોફી જીતવા પર છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોના સિંહલીઝ સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાનારી બીજી ટેસ્ટ મેચ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે પત્રકારો સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે ટીકાઓ અને ભારતના ટેસ્ટ પ્રદર્શન અંગે પોતાની સ્પષ્ટ પ્રતિક્રિયા આપી હતી.
મીડિયા સાથેની વાતચીતમાં ગંભીરે ટીકાકારોને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, 'મારું કામ સોશિયલ મીડિયા પર લાઈક્સ કે વ્યૂઝ મેળવવાનું નથી, પરંતુ ભારતીય ટીમ માટે ટ્રોફી જીતવાનું છે.'
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તેઓ બહારની વાતો કે સોશિયલ મીડિયાની ચર્ચાઓથી પ્રભાવિત થયા વગર માત્ર ટીમની સફળતા અને લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.