🔥 TRENDING হাওড়ার ফুটপাতে প্রকাশিত চলছে মাদক সেব... पत्रकार काशिनाथ देसले यांच्या निवासस्थ... Andhra Pradesh Deputy CM applauds conc... Government Steps Up Fight Against Grow... Gujarat Resident Arrested with 216 ATM... Gujarat Couple Allegedly Defrauds 29 V...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ગાંધીધામમાં થયેલ દબાણ હટાવ કામગીરી બાદ છેલ્લા 67 દિવસથી પોતાના રહેણાંક માટે લડતા વિસ્થાપિત લોકો ને ન્યાય માટે આવેદનપત્ર અપાયું.

✍️ Reporter: Bharat Kanjibhai Patariya 🗓 10 Sep 2026, 05:24 PM 👁 81
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંધીધામના બેઘર પરિવારોના પ્રશ્ને મુન્દ્રા મામલતદારને વિવિધ સંસ્થાઓ અને રાજકીય પક્ષોનું આવેદનપત્ર

ગાંધીધામ વિસ્તારમાં બેઘર બનેલા આશરે 300 ગરીબ પરિવારોના પુનર્વસન અને રહેઠાણના પ્રશ્નને લઈને આજે મુન્દ્રા મામલતદારશ્રીને વિવિધ સામાજિક સંસ્થાઓ અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આવેદનપત્ર આઝાદ હિંદ ફોજ, બહુજન આર્મી, શ્રી આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત વિવિધ સંસ્થાઓ અને પક્ષો દ્વારા સંયુક્ત રીતે આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કલ્યાણભાઈ ચુઇયા, સંજય બાપટ, ગજેન્દ્રસિંહ જાડેજા, ભરત ધેડા, ભરત પાતારીયા, જાવેદખાન પઠાણ, વિજેન્દ્રસિંહ જાડેજા, જીગ્નેશ રાવલ, એડવોકેટ કાનજીભાઈ સોંધરા, મગનભાઈ આઈડી, વિનોદ ચુઇયા, પ્રવીણ ધુવા, દિનેશ રોલા, મહેશ ડોરું, નરેશ આયડી, સંધ્યા બાપટ, ચાંદની બાપટ, મજીદ સમા અને લાલજીભાઈ ફફલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રતિનિધિઓએ તંત્ર સમક્ષ માંગ કરી હતી કે ગાંધીધામ વિસ્તારમાં બેઘર બનેલા ગરીબ પરિવારોને તાત્કાલિક યોગ્ય પુનર્વસન, વૈકલ્પિક જમીન અથવા સરકારી આવાસની વ્યવસ્થા કરવામાં આવે.

આ મુદ્દે ચાલી રહેલી લખન ધુવા દ્વારા બહુજન આર્મીના માધ્યમથી ચલાવવામાં આવતી ન્યાયની લડતને વિવિધ સંસ્થાઓ અને રાજકીય પક્ષોએ સમર્થન વ્યક્ત કર્યું હતું.

પ્રતિનિધિમંડળે જણાવ્યું હતું કે ગરીબ પરિવારોને ન્યાય મળે અને તેમના રહેઠાણનો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે સરકાર અને વહીવટી તંત્ર તાત્કાલિક અને માનવીય અભિગમ સાથે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે.

“300 ગરીબ પરિવારોને ન્યાય મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે!”
📲Get App