🔥 TRENDING Odisha ରେ ପୁଞ୍ଜିନିବେଶକୁ ନେଇ ଶିଳ୍ପମନ୍ତ୍... ચણાનો દાણો શ્વાસનળીમાં ફસાઈ દોઢ વર્ષના... અમરેલી તાલુકા પોલીસ તુફાન ગાડીમાંથી 2.... କେନ୍ଦ୍ର ସରକାରଙ୍କ MCCD ରିପୋର୍ଟ: ଓଡ଼ିଶାରେ... Maharashtra CM Pawar Calls for Drought... Maharashtra TET papers hidden in shoe...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા: અસારવાથી ખેડબ્રહ્મા સુધી ભાદરવી પૂનમ માટે સ્પેશિયલ ટ્રેન 1 ઓક્ટોબરથી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 19 Sep 2026, 11:14 AM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠાના સાંસદે રેલવેને રજૂઆત કરી, ભાદરવી પૂનમ અને નવરાત્રી માટે અસારવાથી ખેડબ્રહ્મા સુધી સ્પેશિયલ ટ્રેન 1 ઓક્ટોબરથી 24 નવેમ્બર સુધી ચાલશે..

સાબરકાંઠા જિલ્લામાં-:
અસારવા થી ખેડબ્રહ્મા સુધી ભાદરવી પૂનમ માટે સ્પેશિયલ ટ્રેન 1 ઓક્ટોબરથી દોડશે. ટ્રેન સવારે 9.45 વાગે અસારવાથી ઉપડીને નરોડા, હિંમતનગર અને વડાલી સ્ટેશનો પર રોકાય છે અને 12.10 વાગે ખેડબ્રહ્મા પહોંચે છે. ખેડબ્રહ્માથી બપોરે 3.35 વાગે ઉપડીને હિંમતનગર અને વાયા મારફતે સાંજે 6.10 વાગે અસારવા પહોંચશે.સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ અમદાવાદ રેલવે ડીવીઝન મેનેજરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું કે 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી આ સ્પેશિયલ ટ્રેનને નરોડા, હિંમતનગર અને વડાલી સ્ટેશનો પર રોકાવા માટે મંજૂરી મળી છે. તેઓએ રેલવે તંત્રને તલોદ, પ્રાંતિજ, જાદર અને ઇડર સ્ટોપેજ આપવા વિનંતી કરી, જેથી ભાદરવી પૂનમ નિમિત્તે ખેડબ્રહ્મા અને અંબાજી જતાં યાત્રાળુઓને વધુ લાભ મળે..

21, 22 અને 23 સપ્ટેમ્બર દરમિયાન જાદરમાં મુધણેશ્વર મહાદેવ મંદિરે યોજાતા ત્રિદિવસીય મેળામાં લાખો ભક્તો આવશે. આ ટ્રેનનું જાદર સ્ટોપેજ સ્થાનિક જનતા અને મુસાફરો માટે મોટો લાભકારક રહેશે. ઉપરાંત, આગામી નવરાત્રિ મહોત્સવને ધ્યાનમાં રાખીને, સાબરકાંઠામાં આવેલ ખેડબ્રહ્મા અને અંબાજી ધામ ખાતે દર્શનાર્થે જતા લાખો ભક્તોની સુવિધા માટે આ સ્પેશિયલ ટ્રેનની સેવા 24 નવેમ્બર સુધી લંબાવવાની વિનંતી કરવામાં આવી છે.
📲Get App