🔥 TRENDING રાજકોટમાં ઘરેલુ હિંસા મામલે પતિ સહિતના... English version of TV series 'Ramayana... I-Pop Emerges: Indian Pop Music Moves... Karnataka Cabinet clears land allocati... Monsoon weakens in Himachal Pradesh, w... Tamil Nadu grapples with fresh power c...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

માંગરોળમાં નવા પી.આઈ.એ શરુ કરી કડક કાર્યવાહી: ખાટકીવાળા વિસ્તારમાંથી ગૌવંશનું માંસ અને ૬ જીવંત પશુઓ જપ્ત

✍️ Reporter: Sudip Gadhiya 🗓 19 Sep 2026, 11:58 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માંગરોળ પોલીસ સ્ટેશનના નવા પી.આઈ.એ ખાટકીવાળા વિસ્તારમાં દરોડો પાડીને શંકાસ્પદ ગૌવંશનું માંસ અને ૬ જીવંત પશુઓ જપ્ત કર્યા, અને જીવંત પશુઓને મુક્ત કરી સંભાળની વ્યવસ્થા કરી.

માંગરોળ પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પી.આઈ. એચ.કે. હુંબલ મેડમે ચાર્જ સંભાળતાની સાથે જ ગુનેગારો સામે લાલ આંખ કરી છે.

ખાટકીવાળા વિસ્તારમાં રહેણાક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

દરોડા દરમિયાન સ્થળ પરથી શંકાસ્પદ કતલ કરાયેલ ગૌવંશનો માંસનો જથ્થો અને અત્યંત ક્રૂરતાપૂર્વક બાંધેલા નાના વાછરડાં સહિત કુલ ૬ જીવંત પશુઓ મળી આવ્યા હતા.

પોલીસે તમામ જીવંત પશુઓને મુક્ત કરાવી તેમની સંભાળની વ્યવસ્થા કરી છે. માંસના નમૂના FSL લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, અને રિપોર્ટ બાદ આગળની કાયદેસરની સખત કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
📲Get App