🔥 ट्रेंडिंग જીરાના કટ્ટા(કોથળા)ઓ ની ચોરીઓ કરતી ગેં... ચંદ્રમૌલેશ્વર કુંવરના દરબારમાં આરતીમાં... पैशाच्या वादातून दगडाने ठेचून हत्या भड... 2 વર્ષથી ફરાર બંગલા ચોર ઈન્દોરમાંથી ઝડ... कन्या देवी सोनी बने बाड़मेर के उप सभाप... બાપા સીતારામ વિદ્યામંદિર, બગદાણા માં ગ...
22 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મોરબીના કૂવામાં રહસ્યમય ઘટના! પાણી દરિયાના મોજાંની જેમ હિલોળા મારવા લાગ્યું | Virparda Well News
वायरल

મોરબીના કૂવામાં રહસ્યમય ઘટના! પાણી દરિયાના મોજાંની જેમ હિલોળા મારવા લાગ્યું | Virparda Well News

✍️ रिपोर्टर: Makvana Jaydip 🗓 06 अग. 2026, 11:16 AM 👁 64
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મોરબી તાલુકાના વીરપરડા ગામના ખેતરમાં આવેલા એક કૂવામાં પાણી અચાનક દરિયાના મોજાંની જેમ આપમેળે હિલોળા મારતું જોવા મળતાં ગ્રામજનોમાં આશ્ચર્ય અને કુતૂહલ ફેલાયું છે.

બપોરે અંદાજે 3 વાગ્યે કૂવાના પાણીમાં ફરીથી હલચલ શરૂ થતાં મોટી સંખ્યામાં લોકો સ્થળ પર પહોંચી ગયા હતા. નોંધનીય છે કે બે દિવસ પહેલાં પણ કૂવાના પાણીમાં આવી જ પ્રકારની હલચલ જોવા મળી હતી, જે થોડા સમય બાદ બંધ થઈ ગઈ હતી. હવે ફરીથી આ ઘટના બનતાં ચર્ચાનો વિષય બની છે.

વિજ્ઞાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ કોઈ ચમત્કાર નથી. પૃથ્વીના પેટાળમાં થતી હલચલ, ફોલ્ટ લાઈન અથવા ભૂગર્ભીય પ્રક્રિયાઓના કારણે આવું બની શકે છે. જોકે, આ ચોક્કસ ઘટનાનું કારણ જાણવા માટે વધુ વૈજ્ઞાનિક તપાસ જરૂરી છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ વિસ્તાર ભૂકંપ ઝોનમાં આવતો હોવાથી પણ આવી ઘટના બનતી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ આ રહસ્યમય ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચર્ચા જગાવી છે.
📲Get App