Crime
ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ (SMC) ની ટીમે દક્ષિણ ગુજરાતમાં બુટલેગરો સામે કાર્યવાહી કરી છે. સુરત ગ્રામ્યના અનાવલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાં
ગાંધીનગર SMC ના ASI સતીષભાઈ તુળજીભાઈ અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે ગુરુવારે સાંજે વોચ ગોઠવવામાં આવી હતી. કાંકરીયા ગામથી અંબિકા નદીના પુલ તરફ જતા રસ્તા પરથી પસાર થઈ રહેલી હ્યુ
ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ (SMC) ની ટીમે દક્ષિણ ગુજરાતમાં બુટલેગરો સામે કાર્યવાહી કરી છે. સુરત ગ્રામ્યના અનાવલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાંકરીયા ગામ પાસેથી એક શંકાસ્પદ કારને રોકવામાં આવી હતી. પોલીસે કારમાંથી 2.97 લાખ રૂપિયાથી વધુનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો છે. આ કેસમાં કારચાલકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દમણથી દારૂ સપ્લાય કરનાર અને મંગાવનાર સહિત 4 લોકો વોન્ટેડ જાહેર થયા છે.
ગાંધીનગર SMC ના ASI સતીષભાઈ તુળજીભાઈ અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે ગુરુવારે સાંજે વોચ ગોઠવવામાં આવી હતી. કાંકરીયા ગામથી અંબિકા નદીના પુલ તરફ જતા રસ્તા પરથી પસાર થઈ રહેલી હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 Nios કાર (નંબર: GJ-15-CS-4316) ને રોકીને તપાસ કરાઈ. તપાસ દરમિયાન કારમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો મળ્યો હતો.