🔥 ट्रेंडिंग भारतीय फिल्म ने 93 पुरस्कारों के साथ र... ऑनलाइन ट्रोलिंग ने दक्षिणी सिनेमा की प... सद द्वारा निकाले गए पूर्व पंजाब MLA रव... केन्या में अपहृत पंजाबिया 43 दिनों बाद... अविका गोर ने कहा, पंजाबी सिंगल ‘ज़ालिम... डिमासा छात्र संघ ने असम में एकीकृत पहच...
23 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બોટાદમાં ₹1 કરોડ તોડકાંડ અને ઓનલાઈન ગેમિંગ નેટવર્કની તપાસની માંગ
स्थानीय

બોટાદમાં ₹1 કરોડ તોડકાંડ અને ઓનલાઈન ગેમિંગ નેટવર્કની તપાસની માંગ

✍️ रिपोर्टर: Makvana Jaydip 🗓 15 सित. 2026, 11:28 AM 👁 36
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ મુખ્યમંત્રીને રૂબરૂ મળી ₹1 કરોડ તોડકાંડ અને વિસ્તારના ઓનલાઈન ગેમિંગ સિન્ડિકેટની ઊંડાણપૂર્વક તપાસની માંગ કરી.

બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશભાઈ મકવાણાએ આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીને રૂબરૂ મળી બોટાદ જિલ્લામાં થયેલા કથિત ₹1 કરોડના તોડકાંડ અંગે ગંભીર રજૂઆત કરી. બેઠકમાં કોળી સમાજના આગેવાનો, યુવાનો અને વડીલો સાથે મળીને આ મામલાની ગંભીરતા પર ભાર મૂક્યો.

રજૂઆતમાં જણાવાયું કે બોટાદ જિલ્લામાં માત્ર ₹1 કરોડનો તોડકાંડ જ નહીં, પણ છેલ્લા કેટલાક સમયથી ચાલતા ઓનલાઈન ગેમિંગના મોટા સિન્ડિકેટની પણ તપાસ જરૂરી છે. આ નેટવર્ક મારફતે કરોડો નહીં પરંતુ હજારો કરોડ રૂપિયાના નાણાકીય વ્યવહારો થઈ રહ્યા હોવાની આશંકા છે.

મકવાણીએ ખાસ કરીને ભદ્રાવાડી ગામ સાથે સંકળાયેલા અને હાલ દુબઈમાં રહેનારા વ્યક્તિઓ પર ધ્યાન દોર્યું, જેઓ ઓનલાઈન ગેમિંગનું સિન્ડિકેટ ચલાવતા હોવાની માહિતી મળી છે. ગારીયાધાર, ગઢડા, ટાટમ, રામપરા, વાવડી અને કાનિયાડ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ આવા નેટવર્કની હાજરી અંગે તપાસની માંગ કરવામાં આવી.

આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ધારાસભ્યએ મુખ્યમંત્રીને વિનંતી કરી કે બોટાદ પોલીસ દ્વારા ચાલી રહેલી તપાસને ઉચ્ચ સ્તરે લઈ જઈ, IG કક્ષાના અધિકારી અથવા CID ક્રાઈમ, ગાંધીનગરના સક્ષમ અધિકારી દ્વારા તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે.
📲Get App