🔥 TRENDING ધારી તાલુકાના બે વિદ્યાર્થીઓએ મુખ્ય ચૂ... AAP and Goa Forward Party Form Allianc... TMC fields Sanchita Pradhan for Nandig... Kerala Lottery Draw: Samrudhi SM-72 Re... 9 Dead in Nagaland After Consuming Tox... Manipur: Arms Cache Seized in Joint Op...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામ સુપર માર્કેટ વિસ્તારમાં વરસાદ બાદ કાદવનું સામ્રાજ્ય, દુકાનદારો અને ગ્રાહકો પરેશાન

વિરમગામ સુપર માર્કેટ વિસ્તારમાં વરસાદ બાદ કાદવનું સામ્રાજ્ય, દુકાનદારો અને ગ્રાહકો પરેશાન

✍️ Reporter: Jignesh chavda 🗓 06 Aug 2026, 10:15 AM 👁 28
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામના સુપર માર્કેટ વિસ્તારમાં વરસાદી પાણી તો ઓસર્યા છે, પરંતુ દુકાનોની બહાર કાદવના કારણે દુકાનદારો અને ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દુકાનો સુધી પહોંચવા માટે ચાલવાનો યોગ્ય માર્ગ ન હોવાથી રોજિંદા વેપાર પર પણ અસર પડી રહી છે.
સ્થાનિક દુકાનદારોએ જણાવ્યું કે વરસાદ બાદ સફાઈ અને કાદવ દૂર કરવાની કામગીરી સમયસર ન થતાં હાલાકી વધી છે. તેમણે પાલિકાના સંબંધિત તંત્રને તાત્કાલિક સફાઈ કરાવી કાદવ દૂર કરવાની અને લોકો માટે અવરજવર સરળ બને તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી છે.
📲Get App