🔥 TRENDING सीतापुर के सकरन क्षेत्र में भीषण सड़क... કડાણા તાલુકાના માલવણ ગ્રામ પંચાયત ના સ... ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરની તારાજી... Viral Screenshots Suggest Facebook Res... Staged Instagram Wedding with Three Wo... Avore Unveils EX1 and EX2 Electric Bik...
28 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલીમાં જવાહર નહેરૂ જુનિયર હોકી સ્પર્ધા તા.૩ તથા ૪ ઓગસ્ટે યોજાશે

જિલ્લાના તમામ શાળાઓના વિદ્યાર્થીઓને ભાગ લેવા અનુરોધ
Technology

અમરેલીમાં જવાહર નહેરૂ જુનિયર હોકી સ્પર્ધા તા.૩ તથા ૪ ઓગસ્ટે યોજાશે જિલ્લાના તમામ શાળાઓના વિદ્યાર્થીઓને ભાગ લેવા અનુરોધ

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 28 Jul 2026, 06:08 PM 👁 20
અમરેલીમાં જવાહર નહેરૂ જુનિયર હોકી સ્પર્ધા તા.૩ તથા ૪ ઓગસ્ટે યોજાશે

જિલ્લાના તમામ શાળાઓના વિદ્યાર્થીઓને ભાગ લેવા અનુરોધ

અમરેલી, તા.૨૮ જુલાઈ ૨૦૨૬ -
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી, અમરેલી દ્વારા જવાહર નહેરુ જુનિયર હોકી સ્પર્ધા ૨૦૨૫- ૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા તા.૩ અને ૪ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ અમરેલી ખાતે યોજાશે. અમરેલી જિલ્લાના તમામ શાળાઓના સબ જુનિયર અને જુનિયર કક્ષાના ખેલાડીઓને મોટી સંખ્યામાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

૪૩મી સબ જુનિયર અંડર-૧૫ ભાઈઓ તથા ૫૪મી જુનિયર અંડર-૧૭ ભાઈઓની હોકી સ્પર્ધા તા.૩-૮-૨૦૨૬ના રોજ યોજાશે, જ્યારે ૩૨મી જુનિયર અંડર-૧૭ બહેનોની હોકી સ્પર્ધા તા. ૪-૮-૨૦૨૬ના રોજ યોજાશે. તમામ સ્પર્ધાઓ સરદાર પટેલ રમત સંકુલ, શીતલ રોડ, ગોળ દેવળમાની બાજુમાં, અમરેલી ખાતે સવારે ૮ કલાકે શરૂ થશે.

આ સ્પર્ધામાં ભાગ લેવા સબ જુનિયર હોકી અંડર-૧૫ ભાઈઓ માટે ખેલાડીઓનો જન્મ તા.૧- ૧૧-૨૦૧૧ પછી હોવો જરૂરી છે, જ્યારે જુનિયર હોકી અંડર-૧૭ ભાઈઓ અને બહેનો માટે ખેલાડીઓનો જન્મ તા.૧- ૧૧-૨૦૦૯ પછી હોવો આવશ્યક છે. સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક શાળાઓએ સ્પર્ધાના દિવસે એન્ટ્રી સાથે હાજર રહેવાનું રહેશે. એન્ટ્રી જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી, અમરેલી ખાતે સ્વીકારવામાં આવશે.

જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા અમરેલી જિલ્લાના તમામ શાળાઓને વધુમાં વધુ ખેલાડીઓ સાથે ભાગ લેવા અપીલ કરવામાં આવી છે. સ્પર્ધા અંગે વધુ માહિતી માટે જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી, અમરેલીના ફોન નં. ૦૨૭૯૨ ૨૯૯૦૬૧ પર સંપર્ક કરવાનો રહેશે. તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.
📲Get App