🔥 ट्रेंडिंग बिना जूते के रोटी गूंथती महिला का वीडि... अभिजीत डिपके ने कहा, 'हम नहीं जाएंगे':... नथिंग कंपनी ने शटडाउन अफवाहों को फर्जी... आकाश चोपड़ा ने भारत को प्रब्धसिमरन सिं... अभिषेक और ऐश्वर्या ने न्यूयॉर्क वॉक मे... केटी पेर्री ने व्हाइट हाउस पर आलोचना क...
26 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાંતલપુર હાઇવે નંબર સત્યાવીશ ઉપર ટ્રક ડ્રાઈવર એ સ્ટેરીંગ પર થી કાબુ ગુમાવ્યા બાદ ગાડી પલ્ટી મારી ગઈ

સાંતલપુર હાઇવે નંબર સત્યાવીશ ઉપર ટ્રક ડ્રાઈવર એ સ્ટેરીંગ પર થી કાબુ ગુમાવ્યા બાદ ગાડી પલ્ટી મારી ગઈ

✍️ रिपोर्टर: MEHUL SINH JADEJA 🗓 26 जुल. 2026, 10:40 AM 👁 17
*સાંતલપુર હાઇવે નંબર સત્યાવીશ ઉપર ખરાબ રસ્તાના કારણે ટ્રક પલ્ટી

સાંતલપુર હાઇવે નંબર સત્યવીશ ઉપર રોડની ખરાબ હાલતના કારણે એક ટ્રક પલટી મારી ગઈ. હતી
મળતી માહિતી મુજબ સતત બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે હાઇવે ઉપર મોટા-મોટા ખાડા પડી ગયા છે. તેમાંથી પસાર થતી એક ટ્રક નો ચાલકે કાબૂ ગુમાવ્યો અને ગાડી પલટી મારી ગઈ. હાઇવે ઉપર કલાકો સુધી ટ્રાફિક સર્જાયો હતો
સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ ટ્રક ને ભારે નુકસાન પહોંચ્યું છે. ઘટનાની જાણ થતા આસપાસના લોકો અને પોલીસ ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.

સ્થાનિકોનો આક્ષેપ:
સ્થાનિક લોકોએ તંત્ર અને નેશનલ હાઇવે પર આક્ષેપ કર્યા છે કે હાઇવે નંબર સતયાવીસ ઉપર છેલ્લા ઘણા સમયથી રિપેરિંગ કરવામાં આવ્યું નથી. ખાડાના કારણે અવારનવાર અકસ્માતો થઈ રહ્યા છે. વરસાદમાં તો ખાડા દેખાતા જ નથી અને ગાડી સીધી તેમાં પડે છે.
લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે હાઇવે નંબર સતયાવીસ ના ખાડા બુરવામાં આવે અને સલામતીના પગલા લેવામાં આવે નહીં તો આગામી દિવસોમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App