🔥 TRENDING Jharkhand Celebrates Karam Festival wi... Iran President Pezeshkian to Attend UN... Novo Nordisk aims for 5+ new blockbust... Gold Prices Slip Slightly After Recent... Telangana Government Retains Polytechn... Ganesh Utsav Samithi blocks Tank Bund...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગરમાં દુર્ગા રેલવે ઓવરબ્રિજના સ્ટીલ ગડર લૉન્ચની તૈયારીઓ

હિંમતનગરમાં દુર્ગા રેલવે ઓવરબ્રિજના સ્ટીલ ગડર લૉન્ચની તૈયારીઓ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 25 Jul 2026, 10:10 AM 👁 76
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
હિંમતનગરમાં દુર્ગા રેલવે ઓવરબ્રિજના સ્ટીલ ગડર લૉન્ચની તૈયારીઓ

હિંમતનગરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે નિર્માણાધિન જૂની સિવિલથી છાપરિયા ચાર રસ્તા સુધીના 700 મીટર લાંબા દુર્ગા ઓવરબ્રિજનું 80 ટકા થી વધુ કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.આ રેલવે ફાટક પર 121 ટન વજનના સ્ટીલના ગડર લોન્ચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

હિંમતનગર રેલવે સ્ટેશન માં જવાના રસ્તે એલસી નં 82 નજીક ચાર સ્ટીલના ગડર મુકવામાં આવ્યા હતા તેને જોઈન્ટ કર્યા બાદ કલર કામ કરાયું હતું બીજી તરફ બંધ ફાટક પર લોખંડના ગડરો કાઢ્યા બાદ સ્ટ્રીટ લાઈટો કઢાવામાં આવી હતી ત્યારે આગામી ટૂંક સમયમાં ક્રેનો વડે 121 ટન વજનના સ્ટીલના ગડર લોન્ચ કરવામાં આવશે તેને લઈને ફાટક આસપાસ ક્રેન મુકવા સહિતની તૈયારીઓ કરાઈ રહી છે.
📲Get App