🔥 TRENDING Tragic Truck Crash in Jharkhand Claims... Speeding Truck Kills 7 in Jharkhand's... अमित शाह ने अंबाला में 1857 की क्रांति... SC stays criminal contempt case agains... Bombay HC sentences one to 20 years in... Jail Warder Suspended Over Life Convic...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલીમાં ઉર્જા રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયાના હસ્તે પી.જી.વી.સી.એલની નવી પેટા વિભાગીય કચેરી અમરેલી રૂરલ-૦૨નું લોકાર્પણ

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 06 Nov 2026, 09:43 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલીમાં ઉર્જા રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયાના હસ્તે પી.જી.વી.સી.એલની નવી પેટા વિભાગીય કચેરી અમરેલી રૂરલ-૦૨નું લોકાર્પણ

નવી કચેરી કાર્યરત થતા ૨૦ જેટલા ગામોના ૧૫ હજારથી વધુ વીજ ગ્રાહકોને મળશે વધુ સુવિધા

અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારના વીજ ગ્રાહકોને વધુ સુદ્રઢ અને સુલભ વીજ સેવાઓ મળશે

મંત્રીશ્રીના હસ્તે બકેટ હાઇડ્રો લેડર વ્હીકલનું લોકાર્પણ

અમરેલી, તા. ૦૫ નવેમ્બર
અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારના વીજ ગ્રાહકોને વધુ સુદ્રઢ અને સુલભ વીજ સેવાઓ પૂરી પાડવાના હેતુથી પી.જી.વી.સી.એલ અમરેલી વર્તુળ કચેરી હેઠળની નવી પેટા વિભાગીય કચેરી અમરેલી રૂરલ-૦૨ સબ ડિવિઝનનું લોકર્પણ ઉર્જા રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયાના હસ્તે શહેરના જેસીંગપુરા વિસ્તાર ખાતે થયું હતું.

આ નવી કચેરીના કાર્યરત થવાથી ૧૫ હજારથી વધુ વીજ ગ્રાહકો અને ૨૦ જેટલા ગામોના નાગરિકોને વીજ સેવાઓનો વધુ સરળતાથી લાભ મળશે.

નવી પેટા વિભાગીય કચેરીના માધ્યમથી વીજ ગ્રાહકોને વીજ પુરવઠા સંબંધિત પ્રશ્નો, ફરિયાદો અને અન્ય સેવાઓ માટે સ્થાનિક સ્તરે સુવિધા ઉપલબ્ધ બનશે. આ કચેરીના લોકાર્પણથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ સેવાઓની પહોંચ અને કાર્યક્ષમતામાં વધારો થશે.

આ પ્રસંગે મંત્રીશ્રીએ પી.જી.વી.સી.એલના કર્મચારીઓ તથા ગ્રાહકોને શુભકામનાઓ પાઠવી હતી. અને ગ્રાહકોને કોઈપણ પ્રકારે વીજ વિક્ષેપ ન થાય તેવી રીતે ઝડપથી સેવાઓ પૂરી પાડવા માટે સુચના આપી હતી.

આ પ્રસંગે વીજળીની લાઈનના ટ્રિપથઈ જવાના કિસ્સાઓમાં સત્વરે નિરાકરણ લાવી શકાય તે માટે ઉપયોગી બકેટ હાઇડ્રો લેડર વ્હીકલનું મંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે અમરેલી નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈશાલી બહેન માંગરોળીયા, જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી ડેનીભાઈ પરમાર, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી આશિષભાઈ અકબરી, અગ્રણી શ્રી નિકુલભાઇ માંડણકા, શ્રી મધુભાઈ હરખાણી, શ્રી વિજયભાઈ ચોટલીયા, નગરપાલિકાના સભ્યશ્રીઓ, પી.જી.વી.સી.એલ વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર શ્રી ડામોર, અમરેલી વિભાગીય કચેરી-૧ના કાર્યપાલક ઇજનેર શ્રી નાગર, અમરેલી રૂરલ-૯૨ સબ ડિવિઝનના નાયબ ઇજનેર શ્રી એમ.બી.ઠાકર, જેસીંગપરાના સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App