🔥 TRENDING Official Telugu Teaser for 'Death Rail... Vijay Deverakonda hails Ranbir Kapoor... Rakul Preet Singh’s Versatile Journey... Congress fields candidates in 50 wards... Arsenal Target to Extend Winning Run i... ED raids uncover Rs 14.55 crore fake t...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

હુતાત્મક દિવસ અયોધ્યા કારસેવકોનું બલિદાન ને જુનાગઢ વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા રક્તદાન કેમ્પ દ્વારા શ્રદ્ધાંજલિ આપવા માં આવી

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 06 Nov 2026, 09:02 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હુતાત્મક દિવસ અયોધ્યા કારસેવકોનું બલિદાન ને રક્તદાન કેમ્પ દ્વારા શ્રદ્ધાંજલિ આપવા માં આવી

હુતાત્મક દિવસ અયોધ્યા કારસેવકોનું બલિદાન / 2 નવેમ્બર, 1990ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવની સરકારમાં કારસેવકો પર પોલીસે બર્બરતાપૂર્વક ગોળીઓ ચલાવી હતી. અયોધ્યાના વાસુદેવ ગુપ્તા, રાજેન્દ્ર ધારિકાર, રમેશ પાંડે અને કોલકાતાના બંને કોઠારી બંધુઓ સહિત અનેક કારસેવકો આમાં વિરગતિ પામ્યા હતા.આ દિવસ ને હુતાત્મક દિવસ (બલિદાન દિવસ)કહેવામાં આવે છે હુતાત્મક દિવસ નિમિતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા સમગ્ર ભારતભર મા અલગ અલગ સ્થાનો પર રક્તદાન કૅમ્પો તેમજ અલગ અલગ સેવા પ્રકલ્પો કરવામાં આવે છે જેમા મુખ્યત્વે રક્તદાન કૅમ્પો ના આયોજનો કરવામાં આવે છે જેના ભાગ રૂપે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જૂનાગઢ મહાનગર દ્વારા પણ થેલેસેમીયા ગ્રસ્ત બાળકો તેમજ જરૂરિયાત મંદ દર્દીઓ માટે રક્તદાન કેમ્પ નું આયોજન જલારામ મંદિર ખાતે કરવામાં આવેલ જેમા જલારામ મંદિર ના પૂજારી તેમજ વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત વિશેષ સંપર્ક સહપ્રમુખ હિરેનભાઈ રૂપારેલિયા સૌરાષ્ટ્ર પ્રાંત બજરંગ દળ બલોપાસના પ્રમુખ વિપુલભાઈ ઢોલા મહાનગર મંત્રી વિપુલભાઈ રાવત મહાનગર સહ સંયોજક રાજુભાઈ ઠાકર અને સિવિલ હોસ્પિટલ ના બ્લડ બેંક ટીમ દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવેલ ત્યારબાદ ગીરનારી ગ્રુપ સમીરભાઈ દત્તાણી અને સંજયભાઈ બુહેચા દ્વારા આવેલ રક્તદાતાઓ ને પ્રશસ્તિ પત્ર તેમજ ભેટ આપીને બિરદાવવામાં આવેલ હતા ખાસ કરીને આ રક્તદાન કેમ્પ મા સરદાર પરા પ્રાથમિક શાળા ના આચાર્ય યોગેશભાઈ મેસવાણીયા દ્વારા રેકોર્ડ ૭૭ મુ રક્તદાન કરીને રાષ્ટ્રતેમજ સમાજ નું ઋણ ચૂકવેલ હતું.
📲Get App