🔥 TRENDING Massive fire engulfs shop in Delhi's K... Patiala's Air Quality Plummets to Haza... Rajasthan HC orders appointment to Jod... Abhishek Chaudhary appointed Rajasthan... തൃശൂരിൽ ബി.ജെ.പി.യുടെ ജനാധിപത്യ സംരക്ഷ... હુતાત્મક દિવસ અયોધ્યા કારસેવકોનું બલિદ...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામમાં દિવાળીના તહેવાર પૂર્વે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું ચેકિંગ અભિયાન મીઠાઈ, ફરસાણ સહિત વિવિધ ખાદ્યચીજ વસ્તુઓની ગુણવત્તાની કરાઈ ચકાસણી

✍️ Reporter: Gilani Asikali 🗓 06 Nov 2026, 08:53 AM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ શહેરમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય અને લોકોને શુદ્ધ તથા ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
અમદાવાદ અને ગાંધીનગરની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા વિરમગામ શહેરની વિવિધ મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન મીઠાઈ, ફરસાણ સહિત અન્ય ખાદ્યચીજ વસ્તુઓની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી.
દિવાળીના તહેવાર દરમિયાન ખાદ્યપદાર્થોની માંગમાં વધારો થતો હોવાથી વેપારીઓ દ્વારા ગુણવત્તાના નિયમોનું પાલન કરવામાં આવે તે માટે વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.તથા મીઠાઈ બનાવવામા વપરાતા માવાના સેમ્પલો લેવામા આવ્યા હતા તથા અખાદ્યય વસ્તુ ઓનો નાસ કરવામા આવ્યો હતો આરોગ્ય વિભાગની આ કામગીરીથી ભેળસેળયુક્ત અને હલકી ગુણવત્તાવાળી ખાદ્યચીજ વસ્તુઓના વેચાણ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App