🔥 TRENDING અમરેલીમાં ખીજડીયા જંક્શન પાસે તુફાન ટ્... Jharkhand Celebrates Karam Festival wi... Iran President Pezeshkian to Attend UN... Novo Nordisk aims for 5+ new blockbust... Gold Prices Slip Slightly After Recent... Telangana Government Retains Polytechn...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સિદ્ધપુરના સર્વાંગી વિકાસ તરફ એક વધુ ઐતિહાસિક પગલું...

સિદ્ધપુરના સર્વાંગી વિકાસ તરફ એક વધુ ઐતિહાસિક પગલું...

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 24 Jul 2026, 03:26 PM 👁 79
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સિદ્ધપુરના સર્વાંગી વિકાસ તરફ એક વધુ ઐતિહાસિક પગલું...

ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા સિદ્ધપુર ખાતે નિર્માણ પામનારા મલ્ટીપરપઝ અર્બન હાટના ખાતમુહૂર્તનો ભવ્ય કાર્યક્રમ માનનીય રાજ્યમંત્રીશ્રી શ્રી સ્વરૂપજી ઠાકોરજીની ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક યોજાયો.

આધુનિક સુવિધાઓથી સજ્જ બનનારો મલ્ટીપરપઝ અર્બન હાટ સિદ્ધપુર અને આસપાસના વિસ્તારના હસ્તકલાકારો, કારીગરો, મહિલા સ્વસહાય જૂથો, નાના ઉદ્યોગકારો અને સ્થાનિક વેપારીઓ માટે વિકાસનું નવું દ્વાર સાબિત થશે. સ્થાનિક હસ્તકલા, પરંપરાગત ઉત્પાદનો અને સ્વદેશી કૌશલ્યને વ્યાપક ઓળખ મળશે, સાથે જ માર્કેટિંગ, રોજગારી અને સ્વરોજગારની નવી તકોનું સર્જન થશે. આ પ્રકલ્પ માત્ર એક બજાર નહીં, પરંતુ 'વોકલ ફોર લોકલ', 'હર ઘર સ્વદેશી' અને 'આત્મનિર્ભર ભારત'ના સંકલ્પને વધુ મજબૂત બનાવતું વિકાસનું પ્રતીક બનશે.

આ અર્બન હાટ સિદ્ધપુરના વેપાર, પર્યટન અને આર્થિક વિકાસને નવી ગતિ આપશે તેમજ શહેરને વિકાસના નવા આયામો સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

'વિકસિત ગુજરાત – વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરતી આ જનકલ્યાણકારી પહેલ બદલ ગુજરાત સરકાર તથા તમામ આગેવાનોનો હૃદયપૂર્વક આભાર. સિદ્ધપુર સતત વિકાસના નવા શિખરો સર કરે, સ્થાનિક ઉદ્યોગોને નવી ઓળખ મળે અને પ્રગતિની આ યાત્રા અવિરત આગળ વધતી રહે તેવી હાર્દિક શુભકામનાઓ.

આ પ્રસંગે શ્રી નંદાજી ઠાકોર, નગરપાલિકા પ્રમુખ શ્રી રણજીતસિંહ સોલંકી, સિધ્ધપુર એપીએમસી ચેરમેન શ્રી વિષ્ણુભાઈ પટેલ,
સિધ્ધપુર તાલુકા પ્રમુખ શ્રી મુકેશભાઈ ચૌધરી, સિધ્ધપુર શહેર પ્રમુખ શ્રી કૌશલભાઈ જોષી, શ્રી સોમાજી ઠાકોર દૂધસાગર ડેરી ડિરેક્ટર,
શ્રી શંભુભાઈ દેસાઈ સિનિયર આગેવાન, શ્રી મિહિરભાઈ પાધ્યા,
શ્રી અશોકભાઈ પટેલ,‌ શ્રી સતિષભાઈ ઠક્કર પ્રભારી સિધ્ધપુર તાલુકો
શ્રી પ્રમોદભાઈ પટેલ, શ્રી અંકુરભાઈ ત્રિવેદી, શ્રી નિરંજનભાઈ ઠાકર
વિરોધ પક્ષના નેતા મહેશભાઈ, અનિતાબેન પટેલ પૂર્વ પ્રમુખ નગરપાલિકા સિધ્ધપુર, યુવા મોરચો , મહિલા મોરચો
સિધ્ધપુર તાલુકા શહેરના હોદ્દેદારો, પ્રાંત અધિકારી, ટીડીઓશ્રી,
જિલ્લા ઉદ્યોગના અધિકારીશ્રી તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App