🔥 ट्रेंडिंग मध्य प्रदेश मौसम विभाग ने 2 अगस्त 2025... सिरिल पुलिस अधिकारी घायल पुलिसकर्मियों... छतरपुर मंदिर में 11 जोड़ों का सामूहिक... दिल्ली में उमस भरी गर्मी नरवर किले से चोरी गई तोप की तलाश एनईईटी पेपर लीक: छिंदवाड़ा में हाईवोल्...
23 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ડાંગ જિલ્લામાં વહેલી સવારથી ભારે વરસાદ

ડાંગ જિલ્લામાં વહેલી સવારથી ભારે વરસાદ

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 23 जुल. 2026, 01:14 PM 👁 19
ડાંગ જિલ્લામાં વહેલી સવારથી ભારે વરસાદને કારણે જિલ્લાના વિવિધ માર્ગો પર વૃક્ષો ધરાશાયી થવા તેમજ કેટલાંક સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ નોંધાઈ; જિલ્લા વહીવટીતંત્ર, માર્ગ અને મકાન વિભાગ, DGVCL તથા અન્ય સંબંધિત વિભાગોએ તાત્કાલિક કામગીરી હાથ ધરી અસરગ્રસ્ત માર્ગોને ઝડપભેર ખુલ્લા કરવાની કવાયત હાથ ધરી...

દરમિયાન વઘઈ–આહવા માર્ગ પર વહેલી સવારે વૃક્ષ પડતાં વાહનવ્યવહારને અસર થઈ હતી, ઘટનાની જાણ થતાં જ તંત્ર સ્થળ પર દોડી ગયું અને તાત્કાલિક માર્ગ ખુલ્લો કરી વાહનવ્યવહાર પુનઃસ્થાપિત કરવામાં આવ્યો...

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવા, સાવચેતી રાખવા તથા તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરાયો...
📲Get App