🔥 TRENDING સુરેન્દ્રનગર મર્ડર French Engineer Marries Indian Bride i... મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાની સાદગી ફર... BJP and TMC clash over attack on TMC l... 🏏 शहादा येथील विकास विद्यालयाच्या शिर... RAKAPA Leaders Meet Amit Shah on Nov 1...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગર નગરપાલિકા દ્વારા વર્ગ-૪ કર્મચારીઓને દિવાળીની ભેટ અને મીઠાઈ વિતરણ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 07 Nov 2026, 10:53 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર નગરપાલિકા દ્વારા દિવાળીના પાવન પર્વ પર વર્ગ-૪ કર્મચારીઓને વિશેષ ભેટ અને મીઠાઈ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું..

સાબરકાંઠાના-:
હિંમતનગર નગરપાલિકા દ્વારા દિવાળીના પાવન પર્વ નિમિત્તે સેવાભાવી અભિગમ સાથે વર્ગ-૪ના તમામ કર્મચારીઓને સન્માન અને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવા માટે વિશેષ ઉપહાર તથા મીઠાઈ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલા અને ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવી,નગરપાલિકાના સૌ સદસ્યો હસ્તે તમામ કર્મચારીઓને દિવાળીની ભેટ અને મીઠાઈ અર્પણ કરવામાં આવી હતી..

નગરની સ્વચ્છતા, સુવ્યવસ્થા અને નાગરિકોની સુવિધા માટે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા વર્ગ-૪ના કર્મચારીઓના અમૂલ્ય યોગદાનને બિરદાવતાં સૌએ તેમને દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.આ કાર્યક્રમ કર્મચારીઓ પ્રત્યે સન્માન,આત્મીયતા અને પરિવારભાવની લાગણી વ્યક્ત કરતું એક સુંદર ઉદાહરણ બન્યો હતો.
📲Get App