🔥 TRENDING Enforcement Directorate Raids Truck Ow... National Medical Commission adds 318 P... AP Chief Minister seeks immediate Cent... Vijaysai Reddy Announces Launch of New... Vote counting starts for ZPTCs and MPT... 12.16 kg of Silver Worth Rs 27.44 Lakh...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાની સાદગી ફરી એકવાર જોવા મળી : વડિયામાં વેપારી મિત્રો સાથે ગાંઠિયા ખાઈને હળવાશભરી પળો માણી

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 07 Nov 2026, 10:59 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાની સાદગી ફરી એકવાર જોવા મળી : વડિયામાં વેપારી મિત્રો સાથે ગાંઠિયા ખાઈને હળવાશભરી પળો માણી





વડિયા, તા. ૦૭ નવેમ્બર
ઉર્જા રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાની સાદગી અને સહજતા ફરી એકવાર જોવા મળી હતી.

વડિયા ખાતે વેપારી મિત્રો સાથે શુભેચ્છા મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ સૌની સાથે હળવાશભરી પળો માણી હતી. આ દરમિયાન તેઓ સૌની સાથે બેસીને ગાંઠિયાનો સ્વાદ માણ્યો હતો અને વેપારી મિત્રો સાથે ખુલ્લા મને વાતચીત કરી હતી.

મંત્રીશ્રી હંમેશા લોકોની વચ્ચે રહીને, તેમના સુખ-દુઃખમાં સહભાગી થઈને કામ કરતા આવ્યા છે. કોઈપણ જાતના ભાર વગર, સામાન્ય નાગરિકની જેમ લોકો સાથે બેસવું, તેમની સાથે વાતો કરવી અને તેમની સાથે નાસ્તો કરવો એ જ તેમની આગવી ઓળખ છે.

સાદગી, સહજતા અને લોકો સાથેનો આત્મીયતાભર્યો વ્યવહાર જ મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાની સાચી ઓળખ છે. તેમના આ સહજ વ્યવહારથી વેપારી મિત્રોમાં પણ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પ્રસંગે વડિયાના વેપારી મિત્રો, સ્થાનિક અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App