🔥 TRENDING સુરેન્દ્રનગર મર્ડર French Engineer Marries Indian Bride i... મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાની સાદગી ફર... BJP and TMC clash over attack on TMC l... 🏏 शहादा येथील विकास विद्यालयाच्या शिर... RAKAPA Leaders Meet Amit Shah on Nov 1...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘રંગ, રોશની અને રાજકોટ દિપાવલી ઉત્સવ’નો શુભારંભ

✍️ Reporter: PARAG CHAUHAN 🗓 07 Nov 2026, 10:48 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માધવરાવ સિંધિયા ક્રિકેટ મેદાન, રેસકોર્સ ખાતે ભવ્ય આતશબાજીએ આકાશમાં રચી પ્રકાશના મનમોહક રંગોની અવનવી અદભૂત રંગોળીઓ
રેસકોર્સ રિંગ રોડ પર રોશની અને રેસકોર્સ મેદાનમાં ફૂડ ફેસ્ટિવલનો શુભારંભ માન. મેયરશ્રી, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને મ્યુનિ. કમિશનરશ્રી દ્વારા કરવામાં આવ્યું

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળી ફેસ્ટિવલ અંતર્ગત ભવ્ય આકાશી આતશબાજીનું આયોજન, રંગબેરંગી રોશનીથી ઝળહળ્યું રાજકોટનું આકાશ
રાજકોટ: દિવાળીના પાવન પર્વને લઈને રાજકોટ શહેરમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટવાસીઓ માટે દિવાળી ફેસ્ટિવલના ભાગરૂપે ભવ્ય આકાશી આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આકાશમાં એક પછી એક રંગબેરંગી આતશબાજી અને રોશનીના નયનરમ્ય નજારાએ ઉપસ્થિત લોકોનું મન મોહી લીધું હતું. રાત્રીના અંધકારમાં આકાશ વિવિધ રંગોથી ઝળહળી ઊઠ્યું હતું. આતશબાજીનો અદભુત નજારો નિહાળવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
ખાસ કરીને બાળકોમાં આકાશી આતશબાજી નિહાળવા ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકાના આ આયોજનથી દિવાળીના તહેવારની ઉજવણીમાં અનેરો ઉમંગ ઉમેરાયો હતો.
📲Get App