🔥 TRENDING दीपावली से पहले वृद्धाश्रम में सजा दीप... 306 Newly appointed medical officer s... રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ અમરેલીમા... मेराल में डीटीओ गोपी उरांव और थाने प्र... BJP MP: 20-25 shops likely damaged in... New Zealand Names Henry Over Conway Ah...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી જિલ્લાના વીજ માળખાના આધુનિકીકરણ માટે રૂ. ૧,૦૦૦ કરોડનું પેકેજ મંજૂરીના આખરી તબક્કામાં - મંત્રીશ્રી

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 06 Nov 2026, 09:49 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી શહેરમાં રૂ.૧૨૫ લાખના ખર્ચે તૈયાર થયેલા ૦૩ નવા ૧૧ કે.વી. અર્બન ફીડરોનું ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે લોકાર્પણ

અમરેલી જિલ્લાના વીજ માળખાના આધુનિકીકરણ માટે રૂ. ૧,૦૦૦ કરોડનું પેકેજ મંજૂરીના આખરી તબક્કામાં - મંત્રીશ્રી

મંત્રીશ્રીના હસ્તે બકેટ હાઇડ્રો લેડર વાહનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાયું


અમરેલી, તા. ૦૫ નવેમ્બર
પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL) શહેર પેટા વિભાગીય કચેરી-૨, અમરેલી દ્વારા ગ્રીન પાર્ક વિસ્તારમાં આયોજિત સમારોહમાં ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે અમરેલી શહેરના ૦૩ નવા ૧૧ કે.વી. અર્બન ફીડરોનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવા ફીડરો કાર્યરત થવાથી અમરેલી શહેર પેટા વિભાગીય કચેરી-૨ હેઠળના આશરે ૨૧,૦૦૦ ગ્રાહકો પૈકી ૭,૦૦૦ ગ્રાહકોને નિયમિત, સુરક્ષિત અને અવિરત વીજ પુરવઠાનો લાભ મળશે. આ પ્રસંગે ઊર્જા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ‘સંવાદ સેતુ’ કાર્યક્રમ પણ યોજાયો હતો.

સમારોહને સંબોધતા ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ અમરેલી વિધાનસભા ક્ષેત્ર માટે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, અમરેલી શહેર સહિત સમગ્ર વિસ્તારના વીજ માળખાને આધુનિક બનાવવા રાજ્ય સરકાર દ્વારા આશરે રૂ. ૧,૦૦૦ કરોડનું માતબર પેકેજ મંજૂર કરવાની પ્રક્રિયા આખરી તબક્કામાં છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ખેતીવાડી, જ્યોતિગ્રામ યોજના સહિત સમગ્ર અમરેલી શહેરના વીજ વાયરો બદલીને એમ.વી.સી.સી. (MVCC) કેબલિંગ તેમજ અંડરગ્રાઉન્ડ કેબલિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થતાં અમરેલીના નાગરિકોને મેગા સિટી જેવી આધુનિક, ગુણવત્તાયુક્ત અને અવિરત વીજ સુવિધા ઉપલબ્ધ બનશે.

આ કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે મંત્રીશ્રીએ સંબંધિત અધિકારીઓને આગોતરું આયોજન કરવા અને રિવર્સ ટાઈમટેબલ તૈયાર કરીને કામગીરી ઝડપથી આગળ વધારવા તાકીદ કરી હતી. તેમણે અમરેલી જિલ્લામાં ઊર્જા વિભાગની કચેરીઓ પણ આધુનિક અને મોડેલ બને તે દિશામાં શ્રેષ્ઠ આયોજન કરવા સૂચન કર્યું હતું.

મંત્રીશ્રીએ ઉનાળો, ચોમાસું કે શિયાળો હોય કે પછી તહેવારોના દિવસો, દરેક પરિસ્થિતિમાં પોતાના પરિવારથી દૂર રહીને પ્રજાજનોની સેવા માટે ૨૪ કલાક ખડેપગે ફરજ બજાવતા પીજીવીસીએલના લાઇન સ્ટાફ અને કર્મચારીઓની સમર્પિત કામગીરીની મુક્તકંઠે પ્રશંસા કરી હતી અને તેમને અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય સરકાર વીજ ગ્રાહકોની સમસ્યાઓના ત્વરિત નિરાકરણ માટે સતત કટિબદ્ધ છે.

મંત્રીશ્રીના હસ્તે બકેટ હાઇડ્રો લેડર વાહનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાયું હતું. જેના લીધે વીજળીની લાઇન ટ્રીપ થવાના સંજોગોમાં ઝડપ આવશે.

આ લોકાર્પણ સમારોહમાં નગરપાલિકાની કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રી મૌલિકભાઈ દોશી, જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી ડેનીભાઈ પરમાર, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી આશિષભાઈ અકબરી, અગ્રણીશ્રીઓ શ્રી રાજુભાઈ ભૂતૈયા, શ્રી મેહુલભાઈ ધોરાજીયા, શ્રી નિકુલભાઈ માંડણકા, શ્રી જીતુભાઈ ડેર, પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર શ્રી ડામોર, જેટકો કચેરીના અધિક્ષક ઇજનેર શ્રી કે.જે. કુબાવત, અમરેલી શહેર પેટા વિભાગીય કચેરી-૨ના કાર્યપાલક ઇજનેર શ્રી કડછા, અમરેલી શહેર પેટા વિભાગીય કચેરી-૧ના કાર્યપાલક ઇજનેર શ્રી નાગર, નગરસેવકો, પદાધિકારીઓ, પીજીવીસીએલના ઇજનેરો અને વિશાળ સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનું સમગ્ર સંચાલન અને વ્યવસ્થા પી.જી.વી.સી.એલ અમરેલી વર્તુળ કચેરી દ્વારા સુચારુ રીતે કરવામાં આવ્યું હતું.
📲Get App