Local
ગઈકાલે કાદવ અને બેસી ગયેલા રસ્તામાં ટ્રક ફસાઈ જતાં તંત્ર સફાળું જાગ્યું: સમયસર કામ નહીં થાય તો લેખિત ફરિયાદ સાથે કડક કાર્યવાહીની ચીમકી
કુમકોતરથી સાંધ્રા રોડ બેસી જવાની ઘટનામાં કોન્ટ્રાક્ટર દ્વારા તાકીદે સમારકામ કરવાની ખાતરી
કુમકોતર (જમાલપાડા ફળિયું) થી સાંધ્રા (ઉમરા) ને જોડતો મુખ્ય રસ્તો બેસી જવાની ગંભીર ઘટના વચ્ચે ગઈકાલે આ માર્ગ પર એક ભારે માલવાહક ટ્રક ફસાઈ જવાની ઘટના સામે આવી છે. રસ્તો નબળો હોવાને કારણે બેસી ગયેલા ભાગમાં ટ્રક ખુંપી જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પત્રકાર અને સ્થાનિકો દ્વારા રસ્તાની રૂબરૂ મુલાકાત લઈને સ્થળ તપાસ કરવામાં આવી હતી. ટ્રક ફસાવવાના કારણે સર્જાયેલી જોખમી પરિસ્થિતિ અંગે તાત્કાલિક સંબંધિત કોન્ટ્રાક્ટરનો ટેલિફોનિક સંપર્ક કરી કડક રજૂઆત કરવામાં આવી હતી.
પત્રકાર દ્વારા ફોન પર આ અકસ્માતજનક પરિસ્થિતિ અને ફસાયેલી ટ્રક અંગે ધ્યાન દોરવામાં આવતા જ કોન્ટ્રાક્ટર એક્શનમાં આવ્યા હતા. કોન્ટ્રાક્ટરે ટેલિફોનિક વાતચીતમાં સંપૂર્ણ ખાતરી (ગેરંટી) આપી છે કે, રસ્તાનો જે ભાગ નીચે બેસી ગયો છે તેને વહેલી તકે મજબૂત રીતે સરખો કરી આપવામાં આવશે. આ સાથે જ તેમણે વિશ્વાસ અપાવ્યો હતો કે ભવિષ્યમાં આ પ્રકારની નબળી ગુણવત્તા કે ટ્રક ફસાવા જેવી કોઈ ઘટનાનું પુનરાવર્તન નહીં થાય.
જો કે, ગ્રામજનો અને પત્રકાર દ્વારા સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે કોન્ટ્રાક્ટરની આ મૌખિક ખાતરી છતાં જો નિયત સમય મર્યાદામાં રસ્તાનું સમારકામ શરૂ કે પૂરું કરવામાં નહીં આવે, તો આ બાબતે ઉચ્ચ કક્ષાએ લેખિતમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવશે અને જવાબદારો સામે કાયદાકીય તેમજ વહીવટી સ્તરે આગળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.