🔥 TRENDING Official Telugu Teaser for 'Death Rail... Vijay Deverakonda hails Ranbir Kapoor... Rakul Preet Singh’s Versatile Journey... Congress fields candidates in 50 wards... Arsenal Target to Extend Winning Run i... ED raids uncover Rs 14.55 crore fake t...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠા હિંમતનગરમાં બેટરી વાળી ઇલેક્ટ્રિક સાયકલ ચોરીનો કેસ ઝડપથી ઉકેલાયો..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 01 Nov 2026, 01:35 PM 👁 62
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનએ ચોરી થયાની કલાકોમાં જ આરોપીને પકડી અને ચોરાયેલ સાયકલ પુનઃપ્રાપ્ત કરી..

સાબરકાંઠામાં-:
હિંમતનગરમાં બેટરી વાળી ઇલેક્ટ્રિક સાયકલ ચોરી થયાના કલાકોમાં જ હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનએ ચોરીનો ભેદ ઉકેલી ચોરાયેલ સાયકલ સાથે આરોપીને પકડી પાડ્યો.આ ઘટનાની તપાસમાં નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહીલ દ્વારા મિલકત સંબંધી ગુન્હાઓ અટકાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. હિંમતનગર વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક એ કે પટેલના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર અર્જુન વી જોષી અને સર્વેલન્સ સ્કોર્ડના ઇન્ચાર્જ કે.સી.બ્રહ્મભટ્ટ અને તેમના સહયોગીઓ સતત કાર્યરત રહ્યા..

આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ધરમવીરસિંહ દિલીપસિંહ અને હિતેષકુમાર રમણભાઈને હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનાહિત રજીસ્ટર નંબર ૧૧૨૦૯૦૫૬૨૬૧૦૪૦/૨૦૨૬ મુજબ ચોરીનો કેસ નોંધાયો.CCTV તપાસમાં આરોપી મુકેશભાઈ ચમનભાઈ બચુભાઈ વાઘરીને સાયકલ સાથે જતો દેખાયો. હ્યુમન સોર્શીસ દ્વારા તેની ઓળખ કરી, વાઘરીને પકડવામાં આવ્યો અને ૨૭,૦૦૦/- કિમતની સાયકલ પુનઃપ્રાપ્ત કરવામાં આવી.આ ઝડપી અને પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં અર્જુન.વી.જોષી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર,કે.સી.બ્રહ્મભટ્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર,રાકેશકુમાર વિનુભાઇ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ,હિતેષકુમાર રમણભાઇ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,ધરમવીરસિંહ દિલીપસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,આશિષકુમાર કાન્તીલાલ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,અભિષેકકુમાર મહીજીભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ.
📲Get App