🔥 TRENDING Official Telugu Teaser for 'Death Rail... Vijay Deverakonda hails Ranbir Kapoor... Rakul Preet Singh’s Versatile Journey... Congress fields candidates in 50 wards... Arsenal Target to Extend Winning Run i... ED raids uncover Rs 14.55 crore fake t...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ગાંભોઇ વિસ્તારમાં મળી શંકાસ્પદ લાશ, પ્રેમ સંબંધમાં થયેલ ખૂનનો ભેદ ઉકેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડ્યો આરોપી

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 01 Nov 2026, 01:43 PM 👁 53
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના ગાંભોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શંકાસ્પદ સ્થિતીમાં મળી આવેલી હિનાબેન મકવાણાની લાશ સંબંધે તપાસ કરી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગુન્હો ડીટેક્ટ કર્યો છે. પ્રેમ સંબંધમાં થયેલ આ ખૂનમાં સામેલ રાજુસિંહ પરમારને પકડી કાયદેસર પ્રક્રિયા હાથ ધરી છે.

સાબરકાંઠા જિલ્લાના ગાંભોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આડા હાથરોલ ગામની સીમમાં, સાત વળાંક વાળી ગાટીના જંગલમાં શંકાસ્પદ સ્થિતીમાં એક મહિલાની લાશ મળી આવી હતી. ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં અ.મોત નં. ૨૪/૨૦૨૬ નામનો બનાવ દાખલ કરવામાં આવ્યો હતો. મૃતકા હિનાબેન અનિલસિંહ જગતસિંહ મકવાણા (ઉં. ૩૮) રહે. માંકડી, તા. હિંમતનગર છે. તેમના પિતા અનિલસિંહ જગતસિંહ મકવાણા (ઉં. ૪૦) દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તેમની પુત્રી તારીખ ૨૭/૧૦/૨૦૨૬ થી ૩૦/૧૦/૨૦૨૬ પહેલાના કોઈપણ સમયગાળા દરમિયાન ગુમ થઈ ગઈ છે.

આ અ.મોત બાબતે ગંભીરતા લઈને નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. પાર્થરાજસિંહ ગોહીલ (IPS), સાબરકાંઠા દ્વારા તાત્કાલિક તપાસ કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચના આધારે શ્રી ડી.સી. સાકરીયા, પો.ઇન્સ. એલ.સી.બી. ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફની ટીમ તપાસમાં લાગી પડી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તારીખ ૨૮/૧૦/૨૦૨૬ ના રોજ રાજુસિંહ અમરસિંહ પરમાર (રહે. નવી માંકડી, તા. હિંમતનગર) ની પણ ગુમ જાણવા જોગ દાખલ થઈ હતી, જેથી તેમની ભૂમિકા શંકાસ્પદ બની હતી.

એલ.સી.બી. પોલીસ સ્ટાફ સાથે રાજુસિંહ પરમારની તપાસ કરતાં, પો.સ.ઈ. શ્રી આર.જે. જાડેજા ને ખાનગી બાતમી મળી હતી કે મૃતકા હિનાબેન અને રાજુસિંહ વચ્ચે પ્રેમ સંબંધ હતો. બાતમી આધારે ગાંભોઈ-ભીલોડા રોડ પર રેલ્વે અંડરબ્રિજ પાસે રાજુસિંહને મળી આવ્યો હતો. વિશ્વાસમાં લઈને યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતાં રાજુસિંહ ભાગી પડ્યો હતો, પરંતુ પોલીસે તેને પકડી લીધો હતો.

પુછપરછ દરમિયાન રાજુસિંહ પરમારે કબૂલાત આપી હતી કે તેમણે છેલ્લા ત્રણેક મહિનાથી હિનાબેન સાથે પ્રેમ સંબંધ રાખ્યો હતો. છેલ્લા પંદરેક દિવસથી હિનાબેન તેમને ફોન કરીને ભાગી જવા કહેતી હતી, જેના કારણે બંને વચ્ચે જગડો થયો હતો. રાજેન્દ્રનગરના ડુંગરમાં ત્રણ દિવસ રોકાયા બાદ હિનાબેનને ઘરે લઈ જવા માટે સમજાવતાં તેમણે ધમકી આપી હતી કે જો ઘરે મોકલી આપશે તો તેમને ફસાવી દેશે. આ ઘટનામાં રાજુસિંહે હિનાબેનને પહેરેલી સાડી વડે ગળું દબાવીને ખૂન કરી દીધું હોવાનું જણાવ્યું હતું.

આરોપી રાજુસિંહ અમરસિંહ પરમાર (ઉં. ૩૧) ને પકડી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૯૪ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. આગળની વધુ તપાસ ગાંભોઈ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. આ ઘટનામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠાએ ગણતરીના દિવસોમાં મર્ડરનો ભેદ ઉકેલ્યો છે.
📲Get App