🔥 TRENDING सुपौल में स्वच्छ सेवा आकलन 2026 के लिए... ਰਾਮਪੁਰਾ ਫੂਲ ਖੇਤਰ ਵਿੱਚ 170 ਏਕੜ ਰਕਬੇ ਦੀ... रेलवे कर्मचारियों को दिवाली का तोहफा BBMP Forms Special Inspection Team to... Karnataka launches updated e‑Raitha mo... सेना भर्ती रैली: 13-14 को क्लर्क पद के...
14 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામ લાકડી બજાર ડિમોલેશન મામલે વિમુક્ત વિચરતી જાતિ સમુદાય દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું

✍️ Reporter: Gilani Asikali 🗓 14 Oct 2026, 04:54 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરમા ગોલવાડી દરવાજા બહાર લાકડી બજાર વિસ્તારમાં ડિમોલેશનની કાર્યવાહી અંતર્ગત વિમુક્ત વિચરતી જાતિ સમુદાયને આગવા રહેઠાણ માટે ફાળવવામાં આવેલા પ્લોટ અંગે રજૂઆત કરવામાં આવી છે. પ્લોટ સર્વે નંબર 981અને સંબંધિત મુદ્દાઓને લઈને આ સમુદાય દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ આવેદનપત્રમાં સંબંધિત પ્લોટ અંગે યોગ્ય તપાસ કરી સમુદાયના હિતમાં ન્યાયસંગત નિર્ણય લેવામાં આવે અને અંદાજે 120 અસર ગ્રસ્તોને સરકાર શ્રી દ્વારા રહેઠાણ હેતુ માટે જમીનના પ્લોટઓ નિ ફાળવણી કરવામા તેવી રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે સંબંધિત અધિકારીઓ અને પદાધિકારીઓનો માનભર્યો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.સમુદાયના લોકોને રહેઠાણ સંબંધિત પ્રશ્નનો યોગ્ય ઉકેલ મળે અને તેમની રજૂઆતને ધ્યાને લઈને વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App