🔥 TRENDING इंदौर: मेसर्स कृष्णा इंटरप्राइजेस के ख... मीरजापुर में विधान परिषद चुनाव-2026 की... Two Wild‑Card Contestants Join Bigg Bo... Malayalam Actress Mamita Baiju Cast as... Power bank explosion sparks panic on I... સુરતમાં નવરાત્રીનો અનોખો માહોલ: પાલતુ...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બાબરા ખાતે તા. ૧૪ ઓક્ટોબરે રોજગાર ભરતીમેળાનું આયોજન: વિવિધ કંપનીઓમાં આકર્ષક પગાર સાથે નોકરીની તક

બાબરા ખાતે તા. ૧૪ ઓક્ટોબરે રોજગાર ભરતીમેળાનું આયોજન: વિવિધ કંપનીઓમાં આકર્ષક પગાર સાથે નોકરીની તક

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 13 Oct 2026, 10:05 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બાબરા ખાતે તા. ૧૪ ઓક્ટોબરે રોજગાર ભરતીમેળાનું આયોજન: વિવિધ કંપનીઓમાં આકર્ષક પગાર સાથે નોકરીની તક


અમરેલી તા. ૧૨ ઓક્ટોબર,૨૦૨૬
જિલ્લાના રોજગાર ઇચ્છુક ઉમેદવારોને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાના હેતુસર શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર હેઠળની જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલી અને આઈ.ટી.આઈ, અમરેલી ના સંયુક્ત ઉપક્રમે અનુબંધમ પોર્ટલના માધ્યમથી સ્વરોજગાર શિબિર તથા ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળો તા. ૧૪/૧૦/૨૦૨૬ (બુધવાર) ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે, ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), બાબરા ખાતે યોજાશે.

આ ભરતીમેળામાં ભાગ લેનાર કંપનીઓ અને જગ્યાઓની વિગત: ૧) CIE ઓટોમોટિવ પ્રા. લી., રાજકોટ દ્વારા કંપની ટ્રેઈની અને મશીન ઓપરેટરની જગ્યાઓ માટે ભરતી હાથ ધરવામાં આવશે, જેમાં ધોરણ ૧૦, ૧૨ આઇ.ટી.આઇ અથવા ડિપ્લોમા થયેલ ૧૮ થી ૩૦ વર્ષના ફક્ત પુરુષ ઉમેદવારે ભાગ લઈ શકશે અને તેમને કંપનીના નિયમોનુસાર રૂ. ૧૫,૨૦૦ થી રૂ. ૧૯,૯૦૦ સુધીનો પગાર મળશે. ૨) તુળજાભવાની કન્સલ્ટન્સી દ્વારા સીનોવા ગિયર્સ & ટ્રાન્સમિશન પ્રા.લી, શાપર, જી, રાજકોટ તથા બેડીયા ટેકનોકાસ્ટ એલ.એલ.પી. શાપર નજીક, જી. રાજકોટ માટે દ્વારા મશીન ઓપરેટર, ટેકનિશિયન અને સુપરવાઈઝરની જગ્યાઓ માટે આઇ.ટી.આઇ કે ડિપ્લોમા કે તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા ૧૮ થી ૩૦ વર્ષના સ્ત્રી તથા પુરુષ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, જેમાં પગાર ધોરણ કંપનીના નિયમો મુજબ રહેશે. ૩) શ્રીજી પેપર એન્ડ પ્રોડક્ટ્સ, બાબરામાં ITI લાયકાત ધરાવતા ૧૮ થી ૩૫ વર્ષ સુધીના સ્ત્રી અને પુરૂષ ઉમેદવારો માટે મશીન ઓપરેટર અને સુપરવાઈઝરની જગ્યાઓ પર રૂ. ૧૩,૦૦૦ ના માસિક પગારથી ભરતી કરવામાં આવશે.

ભરતીમેળામાં નોકરીદાતા તરફથી દિવ્યાંગ ઉમેદવારો માટે જગ્યાઓ નોંધાયેલ નથી. ઉપરાંત, અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ ન હોય તેવા ઉમેદવારો પણ ભરતીમેળામાં ભાગ લઈ શકશે. ભરતીમેળામાં ઉપસ્થિત થતા ઉમેદવારોએ પોતાનો બાયોડેટા, શૈક્ષણિક લાયકાતના મૂળ પ્રમાણપત્રો, અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો), આધાર કાર્ડ તથા પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ સાથે સમયસર હાજર રહેવું. રોજગાર ઇચ્છુક ઉમેદવારોએ ભરતીમેળામાં હાજરી આપવા પૂર્વે અનુબંધમ પોર્ટલ પર નોંધણી કરાવવી. નોંધણી માટેની લિંક http://anubandham. gujarat.gov.in/account/signup. છે.વધુ માહિતી માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલીનો ફોન નંબર ૦૨૭૯૨- ૨૨૩૩૯૪ પર સંપર્ક કરવો તેમ જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે
📲Get App