🔥 TRENDING शिवपुरी पुलिस की बड़ी कार्रवाई: दो साल... Akhilesh Yadav Says He Cannot Defeat C... ਪਰਮਿੰਦਰ ਝੋਟੇ 'ਤੇ ਗੋਲੀਆਂ ਚਲਾਈਆਂ ਗਈਆਂ, ਹ... Rahul Gandhi Leads Delhi Protest, Crit... वाराणसी में राजेंद्र विश्वकर्मा द्वारा... Delhi Police Close Six Metro Stations...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલીની સ્કેટિંગ પ્લેયર રાજવી ધડૂક ખેલ મહાકુંભ-૨૦૨૬માં જિલ્લા કક્ષાએ વિજેતા

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 13 Oct 2026, 10:18 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલીની સ્કેટિંગ પ્લેયર રાજવી ધડૂક ખેલ મહાકુંભ-૨૦૨૬માં જિલ્લા કક્ષાએ વિજેતા

અન્ડર-૧૭ બહેનોની કેટેગરીમાં ૫૦૦ મીટર અને ૧૦૦૦ મીટર સ્કેટિંગ રીંક રેસ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું


અમરેલીની પ્રતિભાશાળી સ્કેટિંગ ખેલાડી રાજવી ધડૂકએ ખેલ મહાકુંભ-૨૦૨૬ અંતર્ગત આયોજિત જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને વિજેતા બનવાની સિદ્ધિ હાંસલ કરી છે. અન્ડર-૧૭ બહેનોની કેટેગરીમાં રાજવીએ ૫૦૦ મીટર અને ૧૦૦૦ મીટર સ્કેટિંગ-રીંક રેસ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

રાજવી ધડૂકએ પોતાની મહેનત, નિયમિત અભ્યાસ અને રમત પ્રત્યેના સમર્પણના બળે આ સિદ્ધિ મેળવી છે. બંને સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને તેણે પોતાની રમતકૌશલ્ય અને પ્રતિભાનો પરિચય આપ્યો છે.

આાગામી સમયમાં રાજવી ધડૂક રાજ્ય કક્ષાની સ્પર્ધામાં અમરેલીનું પ્રતિનિધિત્વ કરશે. અગાઉ પણ રાજવી ધડૂક રાજ્ય કક્ષાએ સ્પર્ધામાં ભાગ લઈ ચૂકી છે. રાજવીની પ્રતિભાએ તેને સતત બીજા વર્ષે સફળતા અપાવી છે.

રાજવીની આ સફળતા બદલ પરિવારજનો, રમતપ્રેમીઓ અને શુભેચ્છકો અને તેના કોચ સુભમ ભાઈ અને વિવેકભાઈએ અભિનંદન પાઠવ્યા છે તેમજ ભવિષ્યમાં પણ તે રમતગમત ક્ષેત્રે વધુ ઊંચાઈઓ સર કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી છે.
📲Get App