🔥 ट्रेंडिंग अमेठी स्वास्थ्य विभाग की बड़ी लापरवाही... शहर में शांति व्यवस्था बनाए रखने के लि... mathura कोसीकलां में सजा अद्भुत जनकपुर... लखनऊ में आशा एवं आशा संगिनी ने वेतन के... रगभीर नगर में सड़कें खुदाई से क्षतिग्र... शहडोल में खाकी का बड़ा प्रहार: जयसिंहन...
13 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
वायरल

બસમાં ધુમાડો નીકળતાં મોટી દુર્ઘટના ટળી, એસટી તંત્રની બેદરકારી સામે મુસાફરોમાં રોષ

✍️ रिपोर्टर: મેહુલ સિંહ જાડેજા 🗓 13 अक्टू. 2026, 09:45 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બસમાં ધુમાડો નીકળતાં મોટી દુર્ઘટના ટળી, એસટી તંત્રની બેદરકારી સામે મુસાફરોમાં રોષ
ઉંઝાથી રાપર તરફ જઈ રહેલી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)ની સરકારી બસમાં અચાનક ધુમાડો નીકળવા લાગતાં મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન રસ્તા પરથી પસાર થતા એક ફોરવ્હીલર ચાલકે બસમાંથી ધુમાડો નીકળતો જોઈ બસના ડ્રાઇવરને જાણ કરી હતી.
ડ્રાઇવરને જાણ થતાં જ તાત્કાલિક બસ રોકી તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા અને ત્યારબાદ મુસાફરોને અન્ય બસમાં બેસાડીને આગળની મુસાફરી માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. સમયસર જાણ થતાં મોટી દુર્ઘટના ટળી હતી અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.
હાલમાં ગરમીના માહોલમાં સરકારી બસોની યોગ્ય તપાસ અને જાળવણી કરવી અત્યંત જરૂરી છે. મુસાફરોના આક્ષેપ મુજબ, જો બસની સમયસર તપાસ કરવામાં આવી હોત તો આવી પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા ટાળી શકાઈ હોત. જોકે, ધુમાડો નીકળવાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ જાણી શકાશે.
મુસાફરોએ એસટી વિભાગના જવાબદાર અધિકારીઓ અને ડેપો મેનેજરને આ મામલે તપાસ કરવાની માંગ કરી છે. મુસાફરોના જણાવ્યા મુજબ, મુસાફરોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ થવી જોઈએ નહીં. રસ્તા પર દોડતી દરેક બસની નિયમિત ટેકનિકલ તપાસ, બ્રેક, એન્જિન અને વાયરિંગની ચકાસણી કરવામાં આવે તે જરૂરી છે.
📲Get App