Local
જામનગરમાં નવરાત્રિ પૂર્વે ગરબા આયોજકોને લાઇસન્સ અપાયાં, રજાના દિવસે પણ તંત્ર કાર્યરત
Watch on:
▶️ YouTube
જામનગરમાં નવરાત્રિ ઉત્સવની તૈયારીઓના ભાગરૂપે, ગરબા આયોજકોને લાઇસન્સ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને રજાના દિવસે પણ સંબંધિત સરકારી તંત્ર દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે.
જામનગર શહેર સહિત જિલ્લામાં ૨૦થી વધુ પરંપરાગત અને અર્વાચીન રાસોત્સવના આયોજનને લઈને વહીવટી તંત્રએ રવિવારની જાહેર રજામાં પણ કામગીરી કરી હતી. પોલીસ અભિપ્રાય, ફાયર વિભાગનું એનઓસી અને વીજ વિભાગની મંજૂરી સહિતની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવરાત્રિના પ્રથમ દિવસ પહેલાં મોટાભાગના ગરબા આયોજકોને લાઇસન્સ ઇશ્યૂ કરાયાં હતાં. જોકે, ગીતા વિદ્યાલય સામે યોજાનારા ઝેન-જી ગરબા મહોત્સવનું આયોજન મંજૂરીના પ્રશ્ને પ્રથમ રાત્રે મુલતવી રાખવામાં આવ્યું હતું. આયોજકોએ ફરી મંજૂરી માટે અરજી કરી હોવાનું જાણવા મળ્યું છે. અન્ય સ્થળોએ લાઇસન્સ મળતાં ગરબા મહોત્સવો શરૂ થયા હતા