🔥 TRENDING અરવલ્લી જિલ્લામાં ૨૭૮ કિલો પોશડોડા સાથ... জানা ট্রাভেল্স এর সোলপাট্টা - কোলকাতা... मेवात के पटुका गांव में डबल डेकर टनल न... Delhi Replaces Jantar Mantar with Raml... Grandmother Murdered in Bihar Village:... Devotees Swarm Muzaffarpur Temples for...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

બનાસકાંઠા પોલીસ દ્વારા વૃદ્ધાશ્રમના વડીલો માટે નવરાત્રિ મહોત્સવનું આયોજન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 12 Oct 2026, 03:45 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નવરાત્રિના પ્રથમ નોરતે બનાસકાંઠા પોલીસ પરિવાર દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં વૃદ્ધાશ્રમના વડીલોને ગરબા નિહાળવા લઈ જઈ માનવતાનો ઉત્તમ દાખલો પૂરો પાડ્યો..

બનાસકાંઠામાં-:
નવરાત્રિના પ્રથમ નોરતે પોલીસ પરિવાર દ્વારા એક અનોખી અને માનવતાભરી પહેલ કરવામાં આવી.પોલીસ પરિવાર દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં શહેરના વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને ખાસ આમંત્રણ આપી ગરબાની રમઝટ નિહાળવા લઈ જવામાં આવ્યા હતા.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના વડીલોને એકલતામાંથી બહાર લાવી તેમને ઉત્સવની ખુશીમાં સામેલ કરવાનો હતો.પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારો દ્વારા આયોજિત આ મહોત્સવમાં વડીલોએ ખુશી ખુશી ભાગ લીધો અને ગરબાના તાલે ઝૂમ્યા..

વડીલોને જોઈને પોલીસકર્મીઓ અને તેમના પરિવારો પણ ભાવુક થઈ ગયા હતા.આ પહેલથી વૃદ્ધાશ્રમના વડીલોને ખૂબ આનંદ થયો અને તેમણે પોલીસ પરિવારનો આભાર વ્યક્ત કર્યો.આ કાર્યક્રમે સમાજમાં સૌહાર્દ અને એકતાનો સંદેશ આપ્યો.
📲Get App