🔥 TRENDING વાગરા તાલુકાના ઔદ્યોગિક વિસ્તાર દહેજમા... Schools to Close Tomorrow Amid Heavy R... Sikh Religious Leader Condemns Disresp... Farmer Sits on Railway Track in Jaland... Delhi Police Seize 50-Crore Worth of H... Former Bureaucrats’ Delegation to Subm...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

બનાસકાંઠા પોલીસ હેડક્વાર્ટર ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 04 Oct 2026, 04:42 PM 👁 44
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠા પોલીસ પરિવાર દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પાલનપુર ખાતે ૧૧મી ઓક્ટોબરથી ૧૯મી ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે..

બનાસકાંઠા પોલીસ પરિવાર દ્વારા એક ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.આ મહોત્સવ પોલીસ પરેડ ગ્રાઉન્ડ,પોલીસ હેડક્વાર્ટર,પાલનપુર ખાતે યોજાશે.આ નવરાત્રી મહોત્સવ ૧૧મી ઓક્ટોબર, ૨૦૨૬ થી શરૂ થઈને ૧૯મી ઓક્ટોબર, ૨૦૨૬ સુધી ચાલશે.આ દરમિયાન રાસ-ગરબા અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે,જેમાં પોલીસ પરિવારના સભ્યો અને સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર ભાગ લેશે..

આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ ઊભો કરવાનો છે, સાથે સાથે સ્થાનિક સમુદાય સાથે જોડાણ મજબૂત કરવાનો પણ છે.આ મહોત્સવમાં નવરાત્રીના પરંપરાગત ગરબા અને રાસની રમઝટ જોવા મળશે.
📲Get App