🔥 TRENDING 10वीं बोर्ड परीक्षा अब साल में दो बार... वार्ड नं 15 में सीवर ढक्कन बदलने की अन... बॉर्डर इलाके में चुनावी यात्रा के दौरा... મહીસાગર જિલ્લામાં વકીલોની અચોક્કસ મુદત... जैसलमेर हजुरी समाज के मुखिया श्री गुमा... DSSSB ने विभिन्न पदों के परिणाम 26 अक्...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

વાગરા તાલુકાના ઔદ્યોગિક વિસ્તાર દહેજમાં ફિલાટેક્સ કંપનીના વેરહાઉસમાં ભારે આગ

✍️ Reporter: Azruudin Mustak Patel 🗓 05 Oct 2026, 07:19 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વાગરા તાલુકાના ઔદ્યોગિક વિસ્તાર દહેજમાં ફિલાટેક્સ કંપનીના વેરહાઉસમાં અચાનક ભયંકર આગ લાગી, જેના કારણે મોટા પ્રમાણમાં ધુમાડો અને જ્વાળાઓ આકાશમાં દેખાયા.

વાગરા તાલુકાના ઔદ્યોગિક વિસ્તાર દહેજમાં આવેલ ફિલાટેક્સ કંપનીના વેરહાઉસમાં આજે અચાનક ભયંકર આગ લાગી, જેના કારણે સમગ્ર પરિસરમાં અફરાતફરી સર્જાઈ.

આગ ઝડપથી ફેલાઈને જ્વાળાઓને આકાશ સુધી ઉંચો ઉઠાવ્યો, કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા સાથે. આગની તીવ્રતા એટલી હતી કે દૂર સુધી જ્વાળાઓ અને ધુમાડો દેખાતા હતા.

આ આગને કારણે આસપાસના કામદારો અને રહેવાસીઓમાં ભય અને ગભરાટ ફેલાઈ ગયો, અને સ્થળ પર અશાંત પરિસ્થિતિ સર્જાઈ.

વાગરા તાલુકાના ઔદ્યોગિક વિસ્તાર દહેજ ખાતે આવેલી ફિલાટેક્સ કંપનીના વેરહાઉસમાં આજે અચાનક ભીષણ આગ ભડકી ઉઠતાં સમગ્ર પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં દૂર સુધી આગની વિરાટ જ્વાળાઓ અને કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળ્યા હતા.
​ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ૮ થી ૯ જેટલી ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. વેરહાઉસમાં રહેલા મટિરિયલના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
​આગની તીવ્રતાના કારણે વેરહાઉસનું ઉપરનું છાપરું તૂટી પડ્યું હતું. જેના કારણે શરૂઆતમાં ફાયર વિભાગની ટીમને અંદર સુધી પાણી પહોંચાડવામાં મુશ્કેલી પડી હતી. બાદમાં ફાયર જવાનોએ પતરાં તોડી અંદર સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી.
​અಧಿಕારીઓના જણાવ્યા મુજબ, વેરહાઉસમાં કોઈ જોખમી કેમિકલનો જથ્થો ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. આગના પગલે કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી.
​ફાયર વિભાગની સતત જહેમત બાદ આગ પર આશરે ૮૦ ટકા જેટલો કાબૂ મેળવી લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી. જોકે, એક વ્યક્તિને સામાન્ય ઈજા થતાં ઘટનાસ્થળે જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
​હાલ આગ મોટાભાગે નિયંત્રણમાં હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગના કારણ તેમજ વેરહાઉસમાં થયેલા નુકસાન અંગેની સત્તાવાર વિગતો તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે.
📲Get App