કંડલા પોર્ટ પર દેશના પ્રથમ પોર્ટ આધારિત ઈ-મિથેનોલ પ્લાન્ટનો પાયો નંખાયો
Watch on:
▶️ YouTube
કંડલા પોર્ટ પર દેશના પ્રથમ પોર્ટ આધારિત ઈ-મિથેનોલ પ્લાન્ટનો પાયો નંખાયો ગાંધીધામના દિનદયાલ પોર્ટ ઓથોરિટી ખાતે દેશના પ્રથમ પોર્ટ પર| સ્થાપિત થનારા ઈ-મિથેનોલ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમા અને| કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો.. રૂ. 2,300 કરોડના રોકાણથી બનનારા આ પ્લાન્ટમાં દરરોજ 150 ટન ઈ-મિથેનોલનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે. ગ્રીન ફ્યુઅલના ઉત્પાદનથી જહાજોના ક્લીન શિપિંગને પ્રોત્સાહન મળશે અને કંડલા ગ્રીન એનર્જી હબ તરીકે વિકસવાની દિશામાં આગળ વધશે.પ્રોજેક્ટથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 3,500થી વધુ રોજગારીની તકો ઊભી થવાની શક્યતા છે. less|