🔥 TRENDING હજરત ખ્વાજા મકબૂલ શફી ચિશ્તીનુ વર્ષગાં... સાબર કાઠા ના હિંમતનગર વિસ્તાર સ્કોર્પિ... દોલતગઢ પાટિયાના નજીક 7 પદયાત્રીઓનું સ્... रामदेव मेले में भिमआर्मी के मुख्य चंद्... ચંદ્રમૌલેશ્વરના કુંવરના દરબારમાં ગણેશ... VIBE Nets ₹11.5 Cr Worldwide by Day 4,...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી નગરપાલિકા દ્વારા તા. ૨૩ અને ૩૦ સપ્ટેમ્બરના રોજ શહેરી સેવાસેતુ કાર્યક્રમનું આયોજન

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 22 Sep 2026, 09:38 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી નગરપાલિકા દ્વારા તા. ૨૩ અને ૩૦ સપ્ટેમ્બરના રોજ શહેરી સેવાસેતુ કાર્યક્રમનું આયોજન


અમરેલી તા.૨૧ સપ્ટેમ્બર,
ગુજરાત સરકાર દ્વારા રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ નાગરિકોને સતત મળતો રહે તેમજ વિવિધ સરકારી સેવાઓ નાગરિકોને તેમના રહેઠાણની નજીકના સ્થળે અને તે જ દિવસે ઉપલબ્ધ થઈ શકે તેવા ઉમદા હેતુથી નગરપાલિકા કક્ષાએ શહેરી સેવાસેતુ કાર્યક્રમના ૧૨માં તબક્કાનું આયોજન કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અમરેલી નગરપાલિકા, કચેરી દ્વારા આગામી તા. ૨૩/૦૯/૨૦૨૬ના રોજ સવારે ૦૯:૦૦ કલાકથી અમરેલી નગરપાલિકા કચેરી ખાતે તથા તા. ૩૦/૦૯/૨૦૨૬ના રોજ સવારે ૦૯:૦૦ કલાકથી જેશીંગપરા પટેલવાડી, શિવાજી ચોક ખાતે શહેરી સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.

અમરેલી શહેરના તમામ વોર્ડના નાગરિકો અને લાભાર્થીઓને આ સેવાસેતુ કાર્યક્રમનો લાભ લેવા તથા વિવિધ સરકારી સેવાઓનો લાભ મેળવવા અમરેલી નગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
📲Get App