મહીસાગર જિલ્લાની શાળાઓમાં આજથી ગુણોત્સવ બાહ્ય મૂલ્યાંકન નો પ્રારંભ
यहाँ देखें:
▶️ YouTube
રાજ્યની ૧૭ હજાર કરતા વધુ શાળાઓમાં આજથી SQAAF (ગુણોત્સવ) અંતર્ગત વેરિફાયર્સ દ્વારા સ્થળ પર ચકાસણી અને ક્રોસ વેરિફિકેશનનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે, જે ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી ચાલશે જેના અનુસંધાને મહીસાગર જિલ્લાની પ્રાથમિક માધ્યમિક સરકારી અને ખાનગી શાળાઓમાં આજ થી ગુણોત્સવ ફેઝ 2 એટલે કે બાહ્ય મૂલ્યાંકન નો તબક્કો શરૂ થયેલ છે જેના નોડલ તરીકે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ના પ્રાચાર્ય ને નીમવામાં આવ્યા છે જેઓના આયોજન હેઠળ તારીખ 30 સપ્ટેમ્બર સુધી ચાલનાર આ વેરિફિકેશન એટલે કે બાહ્યમુલ્યાંકન પ્રક્રિયામાં પસંદગી પામેલ શાળાઓમાં વેરિફાયર્સ દ્વારા બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવશે ચાલુ વર્ષે પ્રથમ વખત ખાનગી અને સ્વ નિર્ભર શાળાઓ ને પણ આ ગુણોત્સવ કાર્યક્રમ માં સમાવિષ્ટ કરવામાં આવી છે મહીસાગર જિલ્લાની કુલ 507 શાળાઓ આ બાહ્ય મૂલ્યાંકન માટે પસંદ થયેલ છે જેમાં કુલ 294 જેટલા વેરિફાયર્સ દ્વારા શાળાઓ ની રૂબરૂ મુલાકાત લઈ સ્વ મૂલ્યાંકન દ્વારા શાળા દ્વારા રજૂ કરવામાં આવેલ વિગતોનું વેરિફિકેશ કરવામાં આવશે