🔥 TRENDING कोतवाली पुलिस की बड़ी कार्रवाई: कॉम्बि... शाहबाद के ग्राम जगेसर में खूनी संघर्ष:... વઢોદરા વાઘોડિયા રોડ પર 70 વર્ષ જૂના હન... Metro-RTC Slashes Monthly Pass Fare by... Airstrikes Near Yemen’s Sanaa Kill 11,... Five arrested in Shahdol counterfeit c...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઐતિહાસિક શેઠ એમ.જે. હાઈસ્કૂલ દ્વારા દિવાળી પર્વની અનોખી ઉજવણી

✍️ Reporter: Gilani Asikali 🗓 07 Nov 2026, 10:38 PM 👁 40
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ શહેરમા દિવાળીના પાવન પર્વ નિમિત્તે શેઠ એમ.જે. હાઈસ્કૂલ, વિરમગામ દ્વારા માનવતા, સંવેદના અને શિક્ષકધર્મનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
ધનતેરસના પાવન દિવસે, તા. ૬ નવેમ્બર, ૨૦૨૬ના રોજ શાળાના પ્રિન્સિપાલ શ્રી દેવેન્દ્રસિંહ સિંધવ સાહેબની આગેવાની અને માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકગણ દ્વારા દિવાળી પર્વની ઉજવણી વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવી હતી.
શાળા એ જ મારી કર્મભૂમિના વિચારને સાર્થક કરતાં શાળાના પ્રાથમિક વિભાગનાં પ્રિન્સિપાલ શ્રીમતી નૂતનબેન, પૂર્વ પ્રાથમિક વિભાગનાં પ્રિન્સિપાલ શ્રીમતી કામિનીબેન દેત્રોજા, શ્રીમતી એલ.સી. દેસાઈ કન્યા વિદ્યાલયનાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રીમતી વૈભવીબેન પટેલ તેમજ શાળાના તમામ શિક્ષકમિત્રોએ આશરે રૂ. ૩૦,૦૦૦ જેટલી માતબર રકમનો સહયોગ આપ્યો હતો.
આ સહયોગથી હાઈસ્કૂલમાં ચાલતા પ્રાથમિક વિભાગનાં આશરે ૧૬૦ જેટલાં બાળકોને પ્રતિ બાળક ૫૦૦ ગ્રામ મીઠાઈ અને ૫૦૦ ગ્રામ ફરસાણ મળી કુલ એક કિલો નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આમ, શાળાના શિક્ષકગણે બાળકો અને વાલીઓ સાથે દિવાળીની ખુશીઓ વહેંચીને તહેવારની સાચી ભાવનાને ઉજાગર કરી હતી. શિક્ષકોના આ ઉમદા સેવાકાર્યથી બાળકોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી.
શાળાના પરિવાર દ્વારા કરવામાં આવેલી આ અનોખી પહેલ સમાજમાં શિક્ષણની સાથે સંસ્કાર, સેવાભાવ અને સામાજિક જવાબદારીનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App