🔥 TRENDING અમરેલી આરોગ્ય પંચાયતની મહિલા ક્લાર્કે... Army Sepoy Dies After Alleged Assault... MHA Announces Transfer of 4 AGMUT Offi... 267 Mithuns Die in Foot‑and‑Mouth Outb... Scientists Find Rare Orchid Species in... Jammu & Kashmir's 200-Unit Free Power...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઝાલોદ તાલુકા જેલમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સફાઈ સાથે વૃક્ષારોપણ

✍️ Reporter: Pankaj Pandit 🗓 21 Sep 2026, 03:12 PM 👁 127
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઝાલોદ તાલુકા જેલમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સફાઈ સાથે વૃક્ષારોપણ

જેલ પરિસરમાં ૧૦ કિલો જેટલો કચરો એકત્ર કરી નિકાલ કરાયો, ફળાઉ વૃક્ષો, ફૂલછોડ અને ઔષધીય વનસ્પતિનું વાવેતર કરી પર્યાવરણ જતનનો સંકલ્પ


તા. ૨૧-૦૯-૨૦૨૬ના રોજ પોલીસ મહાનિદેશક, જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી, અમદાવાદના હુકમ તેમજ નાયબ જેલ મહાનિરીક્ષક, વડોદરા ઝોન, વડોદરાના માર્ગદર્શન હેઠળ ઝાલોદ તાલુકા જેલ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ સેવાકીય અને પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઝાલોદ નગરપાલિકાના પ્રમુખ રેખાબેન ટપુભાઈ વસૈયાની ઉપસ્થિતિમાં તથા જેલર સંજયકુમાર ટી. પટેલની સૂચના મુજબ યોજાયેલી આ કામગીરીમાં જેલ સ્ટાફ અને બંદીવાન ભાઈઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અભિયાન અંતર્ગત બે ટીમો બનાવી જેલ પરિસરના વિવિધ વિસ્તારોમાં સઘન સફાઈ હાથ ધરવામાં આવી હતી, જેમાં આશરે ૧૦ કિલો જેટલો કચરો એકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો.
સફાઈ અભિયાન બાદ જેલ પરિસરમાં ઉપલબ્ધ જગ્યાને અનુરૂપ ફળાઉ વૃક્ષો, ફૂલછોડ તેમજ ઔષધીય વનસ્પતિઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. નગરપાલિકા પ્રમુખ રેખાબેન વસૈયા, જેલ સ્ટાફ તથા બંદીવાન ભાઈઓએ સાથે મળીને વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ તથા ઇન્ચાર્જ જેલર દ્વારા પર્યાવરણના જતન અને સંવર્ધન માટે સૌને પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો. સાથે જ વાવેતર કરવામાં આવેલા વૃક્ષોની નિયમિત માવજત અને યોગ્ય જાળવણી કરવાની જવાબદારી સાથે સંકલ્પ કરવામાં આવ્યો હતો.
‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાયેલી આ પ્રવૃત્તિથી સ્વચ્છતા, પર્યાવરણ જતન અને સામાજિક જવાબદારીનો સંદેશ પ્રસરી રહ્યો છે. ખાસ કરીને જેલ પરિસરમાં બંદીવાનોની સહભાગિતાથી કરવામાં આવેલ સફાઈ અને વૃક્ષારોપણની કામગીરી સેવાભાવ સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું ઉદાહરણ બની છે.
📲Get App