🔥 TRENDING BJP wins 197 civic body posts in Rajas... ਡੇਰਾਬੱਸੀ ’ਚ ਚੋਰਾਂ ਦਾ ਕਹਿਰ: ਕਰਿਆਨਾ ਦੁਕਾ... Lakshmi Mittal and Adar Poonawalla Set... High Court Flags Security Lapses at Ch... Maharashtra Fuel Rates Today: Pune, Mu... Milk Spill as Tanker Overturns on Mumb...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં શરૂ થશે લેબ રિપોર્ટ્સ વોટ્સએપ પર મોકલવાની સુવિધા

✍️ Reporter: Dhaval Maheta 🗓 21 Sep 2026, 11:34 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતની નવી સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીઓને પેથોલોજી અને માઇક્રોબાયોલોજીના રિપોર્ટ્સ સીધા વોટ્સએપ પર મોકલવાની ડિજિટલ સુવિધા શરૂ કરવામાં આવશે, જેથી દર્દીઓ ઘરબેઠાં જ રિપોર્ટ મેળવી શકશે.

સુરતની નવી સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીઓની સુવિધામાં વધારો કરવા માટે એક મહત્વપૂર્ણ અને પ્રશંસનીય હાઈટેક પહેલ હાથ ધરવામાં આવી છે. નવી સિવિલ હોસ્પિટલના બે મહત્વના વિભાગો એટલે કે પેથોલોજી અને માઇક્રોબાયોલોજીના વિવિધ લેબોરેટરી રિપોર્ટ હવે દર્દીઓને તેમના મોબાઈલ પર સીધા વોટ્સએપ મારફતે મળી રહે તેવી સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ બાદ આવી ડિજિટલ સુવિધા શરૂ કરનાર સુરત રાજ્યનું બીજું શહેર બની જશે.

આ નવી વ્યવસ્થા મુજબ, જે દર્દીઓ પાસે સ્માર્ટફોન છે તેમને આ સુવિધાનો સીધો લાભ મળશે. દર્દી જ્યારે સિવિલ હોસ્પિટલમાં તપાસ માટે કેસ કઢાવશે, ત્યારે તેમણે પોતાનો વોટ્સએપ ચાલુ હોય તેવો મોબાઈલ નંબર રજીસ્ટર કરાવવાનો રહેશે. કેસ કઢાવતી વખતે નોંધાવેલા આ નંબર પર રિપોર્ટ્સ મોકલવામાં આવશે.

ટેસ્ટ કરાવ્યા બાદ લેબોરેટરીમાંથી રિપોર્ટ તૈયાર થતાં જ દર્દીના નોંધાયેલા વોટ્સએપ નંબર પર રિપોર્ટ સીધો PDF ફાઈલ તરીકે મોકલી દેવામાં આવશે. આ પ્રક્રિયા દ્વારા દર્દીઓએ હોસ્પિટલમાં રિપોર્ટ મેળવવા માટે રાહ જોવાની જરૂરિયાત ઘટશે.

પેથોલોજી અને માઇક્રોબાયોલોજી વિભાગ હેઠળ આવતા તમામ મહત્વના ટેસ્ટ જેવા કે સીબીસી (CBC), હિમોગ્લોબિન, મેલેરિયા સહિતના વિવિધ પ્રકારના રિપોર્ટ ઓનલાઈન વોટ્સએપ પર મોકલવામાં આવશે. આ સિસ્ટમને કારણે દર્દીઓના રિપોર્ટ ઝડપથી અને સુરક્ષિત રીતે તેમના સુધી પહોંચી શકશે, જેથી દર્દીઓ ઘરબેઠાં જ તેમના તપાસના પરિણામો મેળવી શકશે.
📲Get App