🔥 TRENDING Kanak News airs 10 PM weather update o... Mastermind Akashdeep Alleged to Demand... Three Arrested, Four Tractors Recovere... Unidentified Youth's Body Discovered i... Six-Month Sewage Overflow and Crumblin... કડોદરા GIDC પોલીસ મથકમાં માટીના શ્રીજી...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરત શહેરના વરાછા વિસ્તારમાં એમ્બ્રોઇડરી ખાતામાં સાથે કામ કરતા સાથી કારીગરનો સ્માર્ટફોન ચોરી જવાના કેસમાં વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ

✍️ Reporter: Dhaval Maheta 🗓 19 Sep 2026, 01:26 AM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ચાર્જિંગમાં મૂકેલો ફોન અડધા કલાકમાં ગુમ થયો હતો મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના દુબેપુર ગામના વતની અને હાલ સુરતના વરાછા એલ.એચ. રોડ પર ઘનશ્યામનગર શેરી નં. ૧૮માં રહેતા ૩૬ વર્ષી

સુરત શહેરના વરાછા વિસ્તારમાં એમ્બ્રોઇડરી ખાતામાં સાથે કામ કરતા સાથી કારીગરનો સ્માર્ટફોન ચોરી જવાના કેસમાં વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. ચાર્જિંગમાં મુકેલો ફોન ચોરીને ફરાર થઈ ગયેલા સાથી કારીગરને પોલીસે ચોરી કરેલા ₹6,000ની કિંમતના મોબાઇલ ફોન સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

ચાર્જિંગમાં મૂકેલો ફોન અડધા કલાકમાં ગુમ થયો હતો મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના દુબેપુર ગામના વતની અને હાલ સુરતના વરાછા એલ.એચ. રોડ પર ઘનશ્યામનગર શેરી નં. ૧૮માં રહેતા ૩૬ વર્ષીય દિપચન્દ્ર શાલિકરામ નિષાદ એમ્બ્રોઇડરી મશીન પર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત ૧૬ સપ્ટેમ્બરના રોજ બપોરે આશરે ૧:૦૦ વાગ્યાની આસપાસ તેઓ ઘનશ્યામનગર ખાતે આવેલા મકાનના ખાતામાં હાજર હતા. આ સમયે તેમણે પોતાનો વીવો કંપનીનો સ્માર્ટફોન ખાતામાં જ ચાર્જિંગમાં મૂક્યો હતો અને પોતે થોડીવાર આરામ કરવા માટે સૂઈ ગયા હતા.
📲Get App