🔥 TRENDING કેડબ્રહ્મા તાલુકાના નાકા ગામમાં તાજેતર... જલાલપોરમાં આંતરરાષ્ટ્રીય બીચ ક્લીનિંગ... બાઇક રેલીમાં પંચમહાલમાં સેવાયાત્રીઓનું... સુઈગામમાં સાંસદ ગેનીબેન ઠાકોરે ગુજ્જુ... ડભાલી યુવાન ગ્રુપ દ્વારા 'મદદ હાથ' સેવ... Maharashtra CM Fadnavis Meets 'Hanuman...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં ગણેશોત્સવ દરમિયાન સર્જાયેલા દર્દનાક હિટ એન્ડ રન કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે.

✍️ Reporter: Dhaval Maheta 🗓 19 Sep 2026, 06:20 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અકસ્માત સર્જીને નાસી છૂટેલા સફેદ રંગની સ્વિફ્ટ કારના ચાલકને રાંદેર પોલીસે સીસીટીવી અને બાતમીના આધારે ઝડપી લીધો છે. માસુમ યુવકનો ભોગ લઈને ફરાર થયેલો આરોપી જ્યારે પોલીસના સકંજામાં આવ

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં ગણેશોત્સવ દરમિયાન સર્જાયેલા દર્દનાક હિટ એન્ડ રન કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે.

અકસ્માત સર્જીને નાસી છૂટેલા સફેદ રંગની સ્વિફ્ટ કારના ચાલકને રાંદેર પોલીસે સીસીટીવી અને બાતમીના આધારે ઝડપી લીધો છે. માસુમ યુવકનો ભોગ લઈને ફરાર થયેલો આરોપી જ્યારે પોલીસના સકંજામાં આવ્યો ત્યારે તેની તમામ હેકડી ગાયબ થઈ ગઈ હતી. પોલીસ સ્ટેશનમાં કાયદાનો ડંડો જોતાં જ આરોપી ઢીલો પડી ગયો હતો અને પોતાના બંને કાન પકડીને હાથ જોડી માફી માંગવા લાગ્યો હતો. પોલીસે અકસ્માત સર્જનાર વાહન કબ્જે કરી કાયદેસરની ધરપકડ હાથ ધરી છે.

ગણેશ આગમનની શોભાયાત્રા નિહાળતાં કાળ ત્રાટક્યો આ ઘટનાની વિગત મુજબ ગત 13 સપ્ટેમ્બરના રોજ રાત્રે આશરે 11થી 11:30 વાગ્યાના સુમારે આ અકસ્માત થયો હતો. અમરોલી વિસ્તારમાં બંબાગેટ પાસે રહેતો 20 વર્ષીય આશાસ્પદ યુવાન શકીલ શબ્બીર શેખ પોતાના ભાઈ સાથે રાંદેરના બેજનવાલા કોમ્પ્લેક્સ સામે આવેલા BRTS રૂટ પાસે ઊભો હતો. સુરતમાં ગણેશોત્સવનો ઉત્સાહ હોવાથી શકીલ રસ્તા પરથી પસાર થતી ગણેશ આગમનની સવારી જોઈ રહ્યો હતો. તે જ વખતે તાડવાડી તરફથી પૂરઝડપે અને ગફલતભરી રીતે ધસી આવેલી સફેદ સ્વિફ્ટ કાર (GJ-16-FA-5777) ના ચાલકે શકીલને જોરદાર અડફેટે લીધો હતો.
📲Get App