🔥 TRENDING NEED24 NEWS | लुधियाना लुधियाना नॉर्थ... વિરમગામમાં દિવાળીના તહેવાર પૂર્વે ફૂડ... वाराणसी के समाजसेवी अमरीश सिंह भोला को... CJP Leaders Questioned 4 Hours by Delh... Trump Warns Iran: 'You'll Know Soon En... Chennai's 'Transparent' Phase Ends as...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર દારૂ-જુગારની પ્રવૃત્તિઓ રોકવા માટે પોલીસ મહાનિદેશક જી.એસ. મલિકે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. આ આદેશના ભાગરૂપે સ
Crime

ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર દારૂ-જુગારની પ્રવૃત્તિઓ રોકવા માટે પોલીસ મહાનિદેશક જી.એસ. મલિકે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. આ આદેશના ભાગરૂપે સ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 19 Sep 2026, 06:10 PM 👁 56
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આ દરમિયાન સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ જે.એસ. રાજપુતની ટીમને બાતમી મળી હતી. આ બાતમીના આધારે સુરત જિલ્લાના અનાવલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કાંકરીયા ગામની સીમમાં, કુમકોતરથી કાંકર

ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર દારૂ-જુગારની પ્રવૃત્તિઓ રોકવા માટે પોલીસ મહાનિદેશક જી.એસ. મલિકે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. આ આદેશના ભાગરૂપે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમો સતત કામ કરી રહી છે.

આ દરમિયાન સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ જે.એસ. રાજપુતની ટીમને બાતમી મળી હતી. આ બાતમીના આધારે સુરત જિલ્લાના અનાવલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કાંકરીયા ગામની સીમમાં, કુમકોતરથી કાંકરીયા ગામ તરફ જતા અંબિકા નદીના પુલ પર દરોડો પાડવામાં આવ્યો.

આ દરોડામાં પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરની 35 પેટીઓ જપ્ત કરી. જેમાં કુલ 1284 બોટલ હતી, જેની કિંમત 2,97,744 રૂપિયા છે. દારૂ ઉપરાંત એક વાહન અને એક મોબાઈલ ફોન પણ જપ્ત કરાયો. કુલ 5,07,744 રૂપિયાનો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે.

આ રેઈડ અંગે અનાવલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે. પોલીસે આશીષ સચ્ચાલાલ યાદવ નામના એક આરોપીને પકડ્યો છે, જે હાલ પારડી ભેસલાપાડા, વલસાડનો રહેવાસી છે અને મૂળ ઉત્તર પ્રદેશનો છે.

આ મામલે વિકાસ ઉર્ફે વિકાસ ભૈયો અશોક યાદવ, શનિ ઉર્ફે શનિભેલ રાજેશ ગુપ્તા, દારૂનો જથ્થો મંગાવનાર 'ડેગો' નામનો વ્યક્તિ અને વાહન માલિક સહિત કુલ ત્રણ આરોપીઓ વોન્ટેડ છે. પકડાયેલા આરોપીની પૂછપરછ કરીને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે આગળની કાનૂની કાર્યવાહી ચાલુ છે.
📲Get App