🔥 ट्रेंडिंग કેડબ્રહ્મા તાલુકાના નાકા ગામમાં તાજેતર... જલાલપોરમાં આંતરરાષ્ટ્રીય બીચ ક્લીનિંગ... બાઇક રેલીમાં પંચમહાલમાં સેવાયાત્રીઓનું... સુઈગામમાં સાંસદ ગેનીબેન ઠાકોરે ગુજ્જુ... ડભાલી યુવાન ગ્રુપ દ્વારા 'મદદ હાથ' સેવ... महाराष्ट्र के मुख्यमंत्री फडनविस ने 'ह...
19 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સુરતમાં ફરી એકવાર માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. સુરતના સચિન વિસ્તારમાં આવેલ કોમ્યુનિટી હોલની પાછળ કબ્રસ્તાનની બાજુમાં વહેતી ખાડીના

✍️ रिपोर्टर: Dhaval Maheta 🗓 19 सित. 2026, 06:14 PM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખાડીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળ્યો સચિન કોમ્યુનિટી હોલ નજીક લોકોની સામાન્ય રીતે સતત અવરજવર રહેતી હોય છે. આ દરમિયાન પાલિકાના કેટલાક કર્મચારીઓ પણ ત્યાં પહોંચ્યા હતા. તેઓએ જોયું કે ખ

સુરતમાં ફરી એકવાર માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. સુરતના સચિન વિસ્તારમાં આવેલ કોમ્યુનિટી હોલની પાછળ કબ્રસ્તાનની બાજુમાં વહેતી ખાડીના પાણીમાંથી એક નવજાત મૃત બાળકી મળી આવી છે. કોઈ અજાણ્યા શખ્સો દ્વારા આ માસૂમ બાળકીને ખાડીના પાણીમાં ફેંકી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ખાડીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળ્યો

સચિન કોમ્યુનિટી હોલ નજીક લોકોની સામાન્ય રીતે સતત અવરજવર રહેતી હોય છે. આ દરમિયાન પાલિકાના કેટલાક કર્મચારીઓ પણ ત્યાં પહોંચ્યા હતા. તેઓએ જોયું કે ખાડી નજીક કેટલાક લોકોનું ટોળું એકઠું થયું છે. લોકો ત્યાં શા માટે ઊભા છે તે જાણવા માટે પાલિકાના કર્મચારીઓ નજીક ગયા ત્યારે દ્રશ્ય જોઈને ચોંકી ગયા હતા. ખાડીના પાણીની અંદર એક નવજાત શિશુનો મૃતદેહ જોવા મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોઈને તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

મૃતદેહને પીએમમાં ખસેડાયો

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃત બાળકીના દેહને પાણીમાંથી બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

આ નવજાત બાળકી કોની છે અને તેને અહીં કોણે ફેંકી દીધી તે જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
📲Get App