🔥 TRENDING ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગંગાજળિયા ત... கோவையில் பிளாஸ்டிக் குடோன் தீ விபத்து Prime Minister Narendra Modi’s Life to... नवादा एसपी ने सिरदला थाना का औचक निरीक... कासगंज में दो लड़कों के लापता होने की... Aizawl Introduces Four-Category Waste...
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Weather

ગુજરાતમાં આગામી ૩ કલાક માટે વરસાદનું એલર્ટ: ૨૪ જિલ્લાઓમાં વાવાઝોડા અને ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી

✍️ Reporter: Zala Virendrasinh Rajendrasinh 🗓 18 Sep 2026, 02:24 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હવામાન વિભાગ દ્વારા ગુજરાતના ૨૪ જિલ્લાઓમાં આગામી ૩ કલાક દરમિયાન ૪૧થી ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે મધ્યમ વરસાદ અને ગાજવીજની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં આગામી ૩ કલાક દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના ૨૪ જેટલા જિલ્લાઓમાં મધ્યમ વરસાદ સાથે ગાજવીજ અને ૪૧થી ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવનના ઝાપટા આવવાની પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ મધ્યમ વરસાદવાળા વિસ્તારોમાં આકાશી વીજળી પડવાની શક્યતા ૩૦થી ૬૦ ટકા જેટલી રહેલી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, અમદાવાદ સહિત આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાઓમાં મધ્યમ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા-નગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ અને દીવમાં પણ વરસાદ સાથે ગાજવીજની શક્યતા દર્શાવવામાં આવી છે.

બીજી તરફ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠાનો સમાવેશ થાય છે. આ હળવા વરસાદવાળા વિસ્તારોમાં પવનની ઝડપ ૪૦ કિમી પ્રતિ કલાકથી ઓછી રહેવાની શક્યતા છે. હવામાનમાં આવેલા આ બદલાવને પગલે વહીવટી તંત્ર દ્વારા લોકોને ગાજવીજ અને ભારે પવન દરમિયાન જરૂરી સાવચેતી રાખવા માટે સલાહ આપવામાં આવી છે.
📲Get App